સીસીટીવી ફૂટેઝમાં જુઓ નજીવી વાતો થયેલા ઝગડાનો ખતરનાક અંજામ

રાજકોટના યાજ્ઞિક રોડની ઇમ્પિરિયલ હોટલના સીસીટીવી કેમેરામાં આ જ હોટલમાં કામ કરતા રસોયાને ત્રણ લોકો દ્વારા ખરાબ રીતે પીટાઇ થતી હોવાનો આ વીડિયો રેકોર્ડ થયો. એટલું જ નહીં બન્ને પક્ષે આ અંગે એકબીજાની સામે પોલિસ ચોપડે ફરિયાદ પણ નોંધાવી છે.

આ વીડિયોમાં જે વ્યક્તિને મારવામાં આવી રહ્યો છે તે રાજકોટની ઇમ્પિરિયલ હોટલનો કૂક પ્રદીપ મોંહતી છે. તેની ફરિયાદ મુજબ રાતે, નોકરી બાદ તે જ્યારે બહાર ઊભો હતો ત્યારે એક ઝડપી કારને તેને ધીરે ચલાવાનું કહ્યું જે બાદ ત્રણ લોકોએ આવી નજીવી વાતે તેને કાર નીચે કૂચડવાનો, સળિયો લઇને મારવાનો, મોતને ધાટ ઉતરવાનો પ્રયાસ કર્યો.

video

આ ધટનામાં પ્રદીપ પગ તૂટી ગયો છે અને તેના શરીર પર અનેક ઇજાઓ થઇ છે. જો કે હોટલ પાસે હોવાના કારણે હોટલના સ્ટાફે આ લોકોને રોક્યા હતા. પ્રદીપ પોતાની ફરિયાદમાં મોહનીશ રાડિયા, જય રાઠોડ અને વ્યંકટેશ જોષી નામના યુવાનોના નામ આપ્યા છે.

તો સામે પક્ષે આ યુવાનો જેમની હોટલના સ્ટાફ દ્વારા પાછળથી પીટાઇ કરવામાં આવી હતી તેમની ફરિયાદ છે કે તેમની કાર સામે હોટલના એક કર્મચારી આવી જતા આ હોટલના દસેક કર્મચારીઓએ તેમની પીટાઇ કરી અને કારની પણ તોડફોડ કરી હતી. ત્યારે હાલ તો પોલિસ આ બન્ને પક્ષોની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીઓ ભેગી કરીને આ વાતનું મૂળ જણાવાનો પ્રયાસ કરી રહી છે. ત્યારે સીસીટીવી ફૂટેઝમાં નજીવી વાતો થયેલા ઝગડાનો ખતરનાક અંજામનો આ વીડિયો જુઓ અહીં.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X