For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસના બીજા દિવસે દીવમાં વિવિધ કાર્યક્રમોમાં થશે શામેલ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે દીવમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં શામેલ થશે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતે છે ત્યારે આજે બીજા દિવસે દીવમાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં શામેલ થશે અને રાતે પણ ત્યાં જ રોકાશે. દીવમાં તેઓ આજે વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે. વળી, INS ખૂકરી મેમોરિયલને પણ પર્યટકો માટે ખુલ્લો મૂકશે. અમિત શાહે રાતે પણ દીવમાં જ રોકાશે અને 12 જૂનના રોજ આણંદમાં ઈરમા(IRMA)ના પદવીદાન સમારંભમાં શામેલ થશે.

amit shah

તમને જણાવી દઈએ કે આજે દીવની મુલાકાત દરમિયાન અમિત શાહ વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકમાં દરિયાઈ સુરક્ષાને વધુ સઘન બનાવવા માટે વિસ્તારપૂર્વક ચર્ચા કરશે. જેમાં ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. આ પ્રાદેશિક પરિષદમાં કેન્દ્ર અને રાજ્યોનુ વધુ સંકલન અને આંતરિક સુરક્ષા, દરિયાકાંઠાની સુરક્ષા, મેટ્રોપોલિટન પોલિસ વ્યવસ્થા સંબંધિત રાજ્યો દ્વારા ગુના અને ગુનેગારો વિશેની માહિતીનુ આદાનપ્રદાન થશે. સાથે જ આ બેઠકમાં ક્ષેત્રીય પરિષદ સુરક્ષા, પરિવહન, ઉદ્યોગ, પાણી અને વીજળી જેવા મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં આ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની બેઠકમાં આંતર રાજ્ય સરહદો, સુરક્ષા તેમજ રસ્તા, પાણી પુરવઠા, વીજળી જેવી આંતરમાળખાકીય બાબતો સંબંધિત ચર્ચા-વિચારણા થશે. મુખ્યમંત્રીશ્રી સાથે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી, નાણાં વિભાગના અગ્ર સચિવ શ્રી જે.પી.ગુપ્તા પણ આ બેઠકમાં સહભાગી થશે. કોરોના વાયરસની વિશ્વવ્યાપી મહામારીની સ્થિતીને કારણે ર૦ર૦ અને ર૦ર૧માં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું નહોતુ. દીવમાં યોજાઈ રહેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની આ બેઠક બે વર્ષના અંતરાલ બાદ યોજાઈ રહી છે. આ પહેલા વેસ્ટર્ન ઝોનલ કાઉન્સીલની ૨૪મી બેઠક ૨૦૧૯માં ગોવા ખાતે અને ૨૩મી બેઠક ૨૦૧૮મા ગુજરાતના યજમાન પદે ગાંધીનગરમાં યોજાઈ હતી.

English summary
Central Home minister Amit Shah will go to Diu on the second day of Gujarat visit today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X