For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather Updates : ગુજરાત-મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા, જાણો હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે નોર્થ-ઇસ્ટ પાસે એક લો પ્રેશર એરિયા આગળ તરફ વધી રહ્યું છે. જેના કારણે મધ્ય પ્રદેશના ઘણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી 23, ઓગષ્ટ : દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે અરાજકતા સર્જાઇ રહી છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે નોર્થ-ઇસ્ટ પાસે એક લો પ્રેશર એરિયા આગળ તરફ વધી રહ્યું છે. જેના કારણે મધ્ય પ્રદેશના ઘણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી શક્યતા છે.

ભારે વરસાદની આગાહી

ભારે વરસાદની આગાહી

રાજ્યના જે શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં ગુજરાતમાં સુરેન્દ્રનગર, ગાંધીનગર, ગાંધીધામ, કંડલા, અમદાવાદ,ગોધરા, ડીસા, પાટણ વગેરેમાં થોડા સારા વરસાદની આશા રાખવામાં આવી રહી છે. આજે રાજ્યના અત્યંત દક્ષિણ-પશ્ચિમ ભાગોમાં ભારેવરસાદ પડી શકે છે.

ઘણી નદીમાં પૂરની પરિસ્થિતિ

ઘણી નદીમાં પૂરની પરિસ્થિતિ

સતત વરસાદના કારણે ઘણી નદીઓના જળસ્તરમાં ઘણો વધારો થયો છે અને ગુજરાતના ઘણા જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ છે. આસાથે સાથે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની શક્યતા છે.

આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુંછે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દિલ્હીમાં હળવા વરસાદની આગાહી

દિલ્હીમાં હળવા વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દિલ્હીનું મહતમ તાપમાન 34ડિગ્રી અને ન્યુનતમ તાપમાન 24 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ સાથે રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણનારાજ્યોમાં પણ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા તામિલનાડુ, પોડિંચેરી અને કર્ણાટકમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાંઆવી છે.

આ સાથે સાથે ઓડિશામાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને બિહારમાં હળવોવરસાદ નોંધાશે.

ભારે વરસાદની શક્યતા

ભારે વરસાદની શક્યતા

આ સાથે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ,કર્ણાટક, તામિલનાડુ, કોંકણ, ગોવા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, તેલંગાણા, ઓડિશા, ઉત્તરાખંડ, રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ,અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

ડિપ્રેશન હાલમાં ક્યાં છે?

ડિપ્રેશન હાલમાં ક્યાં છે?

ડિપ્રેશન હાલમાં ભોપાલથી લગભગ 150 કિમી ઉત્તરપૂર્વમાં અને સાગરથી 50 કિમી ઉત્તરમાં મધ્ય પ્રદેશ વિસ્તારમાં છે.

તેહ સિસ્ટમ પશ્ચિમઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને આગામી 12 કલાક કે તેથી વધુ સમયમાં નીચા દબાણવાળા વિસ્તારમાં નબળી પડી જશે અને જેપછીના 24 કલાકમાં નીચા સ્તરે જશે.

તીવ્રતા જાળવી રાખવી સામાન્ય નથી

તીવ્રતા જાળવી રાખવી સામાન્ય નથી

સિસ્ટમ ઘણા કારણોસર વિચિત્ર રહી છે. સૌપ્રથમ, ઓગસ્ટમાં તોફાન આવવું અને અંદરથી પણ તીવ્રતા જાળવી રાખવી સામાન્ય નથી.

ત્યારપછીનું નબળું પડવું ખૂબ જ ધીમું રહ્યું છે અને વાવાઝોડું ડિપ્રેશન તરીકેની સ્થિતિ જાળવી રાખીને મધ્યપ્રદેશ અને રાજસ્થાન સુધીપહોંચી ગયું છે.

English summary
Chance of heavy rain in Gujarat-Madhya Pradesh, know forecast of Meteorological Department
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X