For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયમાં વિધિવત પદભાર સંભાળ્યો!

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધિવત પદભાર સંભાળ્યો છે. શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા અને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધિવત પદભાર સંભાળ્યો છે. શપથ લીધા બાદ ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી કાર્યાલય પહોંચ્યા હતા અને વિધિવત રીતે કાર્યભાર સંભાળ્યો હતો. ગુજરાતના નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા રાજભવનથી સીધા જ સ્વર્ણિમ સંકુલ-૧ માં મુખ્યમંત્રી કાર્યાલય પહોચ્યા હતા.

Bhupendra Patel

તેમણે મુખ્યમંત્રી ચેમ્બરમાં પોતાની ખુરશીમાં બેસીને વિધિવત કાર્યભાર સંભાળતા પૂર્વે ઈષ્ટદેવને પૂષ્પ અર્પણ કરી નમન કર્યા હતા. પદભાર સંભાળતી વખતે ઉપસ્થિત રહેલા દાદા ભગવાન પરિવારના અનુયાયી સ્વજનો સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્તુતિ મંત્ર ગાન કર્યુ હતું અને મુખ્યમંત્રી તરીકેનો વિધિવત પદભાર સંભાળ્યો હતો.

ત્યારબાદ નવનિયુકત મુખ્યમંત્રી શુભેચ્છાઓ આપવા આવેલા શુભેચ્છકો, ધારાસભ્યો, મિડીયા કર્મીઓ અને વરિષ્ઠ અધિકારીઓને મળ્યા હતા. મુખ્યમંત્રી કાર્યાલય પરિવારના અધિકારીઓ-કર્મયોગીઓએ પણ ભુપેન્દ્ર પટેલને મળીને તેમના નેતૃત્વ, દિશાદર્શનમાં રાજ્યની વિકાસ યાત્રા અવિરત આગળ ધપાવવામાં યોગદાન આપવાની નેમ વ્યકત કરી હતી. ઉલ્લેખનિય છે કે વિજય રૂપાણીના રાજીનામાં બાદ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા છે અને તેમના નવા મંત્રી મંડળની હજુ જાહેરાત થઈ નથી.

English summary
Chief Minister Bhupendra Patel formally took charge in the Chief Minister's Office!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X