For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના UPSCમાં સફળતા મેળવનારા યુવાનોનં સન્માન કર્યુ!

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાંથી કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC ની ર૦ર૧ના વર્ષની ફાયનલ તથા ર૦રરના વર્ષની પ્રિલીમ્સ પરિક્ષામાં સફળતા મેળવનારા યુવાઓનું સન્માન કર્યુ હતું.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાંથી કેન્દ્રીય જાહેર સેવા આયોગ UPSC ની ર૦ર૧ના વર્ષની ફાયનલ તથા ર૦રરના વર્ષની પ્રિલીમ્સ પરિક્ષામાં સફળતા મેળવનારા યુવાઓનું સન્માન કર્યુ હતું. જણાવી દઈએ કે રાજ્યમાંથી ૧૭૧ યુવાનોએએ ર૦રર ની યુપીએસસી પ્રિલીમ્સમાં સફળતા મેળવી છે. તેમાં સૌથી વધુ ૧૪૩ SPIPAના તાલીમાંર્થી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

UPSC

મુખ્યમંત્રીએ UPSC ફાયનલ અને પ્રિલીમ્સ પાસ કરનારા યુવાઓને પ્રોત્સાહન સહાય રાશિના ચેક અર્પણ કર્યા હતા. યુવાનોએ ગુજરાત સરકારના સરદાર વલ્લભભાઇ પટેલ જાહેર વહીવટ સેવા સંસ્થાન SPIPA માં અભ્યાસ તાલીમ મેળવીને આ જવલંત સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે મુખ્યમંત્રીએ ૧ર જેટલા યુવાઓને સર્ટીફિકેટ અને સ્મૃતિચિન્હ આપી સન્માન કર્યુ હતું.

રાજ્ય સરકારની યોજના અન્વયે UPSC ફાયનલ પરિક્ષામાં ઉર્તિણ થનારા યુવકને પ૧ હજાર યુવતીને ૬૧ હજાર તથા પ્રિલીમીનરી પરિક્ષામાં ઉર્તિણ થનારા યુવકને રપ હજાર અને યુવતીને ૩૦ હજારની પ્રોત્સાહન સહાય રાશિ અપાય છે.

ગુજરાતમાંથી ર૦રરના વર્ષમાં UPSC પ્રિલીમીનરી પરિક્ષામાં ૧૭૧ ઉમેદવારો સફળ થયા છે તેમાંથી સૌથી વધુ એટલે કે ૧૪૩ SPIPAના તાલીમાર્થી વિદ્યાર્થીઓ છે તે માટે પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

English summary
Chief Minister Bhupendra Patel honored the youth who succeeded in UPSC of the state!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X