For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલા અને બાળ વિકાસ વિભાગને બજેટમાં ૪૨ ટકાનો વધારો કરી રૂ. ૪૯૭૬ કરોડની માતબર રકમ ફાળવણી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું છે કે શિક્ષિત અને સશક્ત નારી ઉન્નત રાષ્ટ્રનો પાયો છે. સક્ષમ મહિલા ઘર પરિવાર સમાજમાં બીજાની તાકાત બની શકે છે. નારી સશક્તિકરણનો આગવો અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ હંમેશા દાખવ્યો છે

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જણાવ્યું છે કે શિક્ષિત અને સશક્ત નારી ઉન્નત રાષ્ટ્રનો પાયો છે. સક્ષમ મહિલા ઘર પરિવાર સમાજમાં બીજાની તાકાત બની શકે છે. નારી સશક્તિકરણનો આગવો અભિગમ વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ હંમેશા દાખવ્યો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 'વિશ્વ સ્તનપાન સપ્તાહ' અને 'નારી વંદન ઉત્સવ'ની રાજ્ય કક્ષાની ઉજવણીનો શુભારંભ અમદાવાદથી કરાવ્યો હતો. 1 થી 7 ઓગષ્ટ સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ દિવસોની રાજ્યભરમાં ઉજવણી કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર માતૃશક્તિ અને બાળકોના વિકાસ માટે સદૈવ પ્રતિબદ્ધ છે. 'સક્ષમ નારી, સશક્ત ગુજરાત' એ સરકારનો ધ્યેય છે.

સગર્ભા માતા માટે, માતૃશક્તિ યોજના, માતૃત્વ વંદના યોજના, નાની દીકરીઓ માટે વ્હાલી દીકરી યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, ભણેલી દીકરીઓ માટે સરસ્વતી વંદના યોજનાથી લઈ શિષ્યવૃત્તિ, હોસ્ટેલની સુવિધાઓ છે. આ વર્ષના બજેટમાં ૪૨ ટકાનો વધારો કરી ૪૯૭૬ કરોડની માતબર રકમ મહિલા અને બાળ વિકાસ વિભાગને ફાળવી છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી આ ઉપસ્થિત સૌને આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ ઘરે ઘરે તિરંગો લહેરાવવા આહવાન કર્યું હતું.

આ પ્રસંગે મહિલા અને બાળવિકાસ મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે, સપ્તાહની ઉજવણીના વિચારથી લઈને સંપૂર્ણ આયોજનમાં મુખ્યમંત્રી શ્રીનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો છે. મહિલાઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે અનેક યોજનાઓ કાર્યરત કરી છે. દેશ અને સમાજના વિકાસમાં મહિલાઓની અડધો અડધ ભાગીદારી છે. આજે મહિલાઓ કામ કરવા અને કામ કરાવવા સક્ષમ બની છે. સરકાર દ્વારા આયોજિત શક્તિ મેળા થકી મહિલાઓની પ્રતિભાના વિકાસની સાથે આગવી ઓળખ પણ મળી રહી છે. રાજ્ય સરકાર મહિલાઓના સ્વાવલંબન અને સ્વાસ્થ્યની સંપૂર્ણ ચિંતા કરી રહી છે. એમ પણ તેમણે ઉમેર્યું હતું.

આજના આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરમાં નિર્ભયા સેફ સીટી પહેલ હેઠળ સોલા સ્થિત 'વન સ્ટોપ સેન્ટર'નું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે 'સંકટ સખી' મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી હતી. ઉપરાંત ઘરેલુ હિંસા સામે ચુપ્પી તોડો શીર્ષક સાથે ફિલ્મ પ્રદર્શિત કરાઈ. આ ઉપરાંત મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના તેમજ અન્નપ્રાશન યોજનાના લાભાર્થીઓને પ્રતીકરૂપે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.

English summary
Chief Minister Bhupendra Patel, who inaugurated the Nari Vandana festival
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X