111 નવદંપતીઓને મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ આપ્યા આશીર્વાદ

Subscribe to Oneindia News

અમદાવાદમાં મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ આજે અમદાવાદ ખાતે રાવળ સમાજની 111 દિકરીઓના સમુહ લગ્‍ન પ્રસંગે આર્શીવચન પાઠવતાં જણાવ્‍યું હતું કે, લગ્‍ન વ્‍યવસ્‍થાને એક સંસ્‍કાર તરીકે આપણી સંસ્‍કૃતિમાં સ્‍થાન છે. અખિલ ગુજરાત રાવળ સમાજના આ 111 વર-કન્‍યાઓને લગ્‍નજીવનની શુભેચ્‍છા પાઠવતાં મુખ્‍યમંત્રીએ વિશાળ આયોજન માટે આયોજકોને અભિનંદન પાઠવ્‍યા હતા.

vijay rupani

મુખ્‍ય મંત્રીએ જણાવ્‍યું હતું કે, સ્‍ત્રીશક્તિને શક્તિ સ્‍વરૂપાનું સન્માન આપનારી આપણી સંસ્‍કૃતિ અને સંસ્‍કાર છે. વ્‍યક્તિ કુટુંબથી બને છે, કુટુંબથી સમાજ બને છે અને સમાજ રાષ્‍ટ્ર નિર્માણમાં સહભાગી બને તેવી નેમ વ્‍યક્ત કરતા મુખ્‍યમંત્રીએ સૌ સમાજને સાથે મળી સૌનો સાથ સૌનો વિકાસ કરવા આહવાન કર્યુ હતું.

મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, સમાજના તમામ છેવાડાના લોકોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે અને દરેક સમાજ સમૃધ્‍ધ બને તે રાજ્ય સરકારનો નિર્ધાર છે. અને એટલે જ રાજ્ય સરકારે અનેક પ્રજાકલ્‍યાણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. સમાજનો કોઇપણ વર્ગ હોય તેને રોજગારી, પોતાનું ઘરનું ઘર મળી રહે. અને આરોગ્‍ય, શિક્ષણ ક્ષેત્રે પણ દરેક સમાજ સંપન્‍ન બને તે જ રાજ્ય સરકારની નેમ છે. શિક્ષણ મંત્રી ભુપેન્‍દ્રસિંહ ચુડાસમાએ કન્‍યાદાનને શ્રેષ્‍ઠ દાન ગણાવી જણાવ્‍યું હતું કે, સામાજિક સમરસતા, સંવેદનશીલતાને વરેલી રાજ્ય સરકારે સામાન્‍ય વ્યક્તિ-સમાજને કેન્દ્રમાં રાખીને તેમનો વિકાસ કરવાનો નિર્ધાર કર્યો છે. મુખ્‍યમંત્રી વરદહસ્‍તે નવદંપતિઓને મેરેજ રજિસ્‍ટ્રેશનનાં પ્રમાણપત્રો અને માં-વાત્સલ્‍ય કાર્ડ એનાયત કરવામાં આવ્‍યા હતા.

English summary
Chief Minister Vijay Rupani give blessings to the 111 new couple at ahmedabad.
Please Wait while comments are loading...