બનાસકાંઠામાં અનાથ અને ગંભીર બિમારીવાળા બાળકો માટે ચાઇલ્ડ હેલ્પ લાઇન

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે મિશન વાત્સલ્ય અંતર્ગત અનાથ, એક વાલીવાળા બાળકો, અશક્ત કે ગંભીર બિમારી ધરાવતા માતા પિતાના બાળકો, કેદીના બાળકો, ત્યક્તાના બાળકો માટે સરકારી એડોપ્શન એજન્સી તથા ચિલ્ડ્રન હોમ કાર્યરત છે.

બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર ખાતે મિશન વાત્સલ્ય અંતર્ગત અનાથ, એક વાલીવાળા બાળકો, અશક્ત કે ગંભીર બિમારી ધરાવતા માતા પિતાના બાળકો, કેદીના બાળકો, ત્યક્તાના બાળકો માટે સરકારી એડોપ્શન એજન્સી તથા ચિલ્ડ્રન હોમ કાર્યરત છે. બાળ કલ્યાણ સમિતિના આદેશથી આવા કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોને આશ્રય, પૌષ્ટિક આહાર, શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, કપડાં વગેરે વિનામૂલ્યે આપવામાં આવે છે. ત્યારે, આ પ્રકારના અનાથ કે સંરક્ષણની જરૂરિયાતવાળાં બાળકો માટે ચાઇલ્ડ હેલ્પ લાઇન ૧૦૯૮ જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને કે આ પ્રકારના બાળકોને લગતી માહિતી આપી તેમના ભવિષ્યને સુરક્ષિત કરવામાં મદદરૂપ થઇ શકો છો.

banaskantha

જિલ્લાના કાળજી અને રક્ષણની જરૂરિયાતવાળા બાળકો જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ ૪૫ મુજબની જોગવાઇ અનુંસાર જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહ્યા છે તેવા બાળકો પૈકી જે બાળકો બાળ સંભાળ સંસ્થામાં ૦૧ માસ કે તેથી વધુ સમયથી રહેતા હોય તેવા બાળકોને જો તેમના કુટુંબમાં સામાજીક પુન:સ્થાપન કરવામાં આવે તો આવા બાળકોને સ્પોન્સરશિપ યોજના અંતર્ગત ૦૩ વર્ષ સુધી કે બાળક ૧૮ વર્ષ પુર્ણ કરે તે પૈકી જે વહેલુ હોય ત્યાં સુધી દર મહિને ૩૦૦૦ ની આર્થિક સહાય મળવા પાત્ર છે.

જુવેનાઇલ જસ્ટીસ એક્ટ-૨૦૧૫ ની કલમ ૪૬ મુજબની જોગવાઇ અનુંસાર જે બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં આશ્રય લઇ રહ્યા છે તેવા બાળકો પૈકી જે બાળકો ૧૮ વર્ષની ઉંમર પુર્ણ કરે તે બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા બાળક ૨૧ વર્ષનું થાય ત્યાં સુધી તેના શિક્ષણ અને તેની વ્યવસાયિક કૌશ્યલમાં વધારો થાય તે માટેની વિવિધ તાલીમો મેળવી શકે તે માટે દર મહિને ૬૦૦૦ ની આર્થિક સહાય આફ્ટર કેર યોજના અંતર્ગત આપવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X