Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ગુજરાતમાં બાળ વિવાહ, ફક્ત અમદાવાદમાં 20 હજારથી વધુ કિસ્સા

દેશમાં બાળ વિવાહ વિરુદ્ધ કાયદો લાગુ થયા છતાંય કેટલાક રાજ્યોમાં આવા કિસ્સા ઘટી નથી રહ્યા. ગુજરાતની વાત કરીએ તો અહીં એક શહેરમાં જ 20 હજારથી વધુ કિસ્સા સામે આવ્યા છે.

દેશમાં બાળ વિવાહ વિરુદ્ધ કાયદો લાગુ થયા છતાંય કેટલાક રાજ્યોમાં આવા કિસ્સા ઘટી નથી રહ્યા. ગુજરાતની વાત કરીએ તો અહીં એક શહેરમાં જ 20 હજારથી વધુ કિસ્સા સામે આવ્યા છે. બાળવિવાહ વિશે કહેવાય છે કે આવા કિસ્સા ગ્રામીણ વિસ્તારોમાં થતા હોય છે. પરંતુ ઓફિશિયલ રિપોર્ટ મુજબ ગુજરાતના શહેરી વિસ્તારોમાં બાળ વિવાહ વધુ થઈ રહ્યા છે. રાજ્યના સૌથી મોટા શહેર અમદાવાદમા 20265 અને સુરત શહેરમાં 10,709 કિસ્સા સામે આવ્યા છે.

રાજકોટ અને ખેડામાં આટલા કેસ

રાજકોટ અને ખેડામાં આટલા કેસ

રિપોર્ટ પ્રમાણે રાજ્યમાં 15 વર્ષથી નીચેની ઉંમરની બાળકીઓના લગ્નની સૌથી વઘુ ઘટનાઓ અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર જિલ્લામાં છે. આ તમામ ચાર જિલ્લામાં શહેરીકરણ સૌથી વધુ છે. અમાદવાદ અને સુરત બાદ વડોદરાની વાત કરીએ તો અહીં બાળ વિવાહના 7673 કેસ, રાજકોટમાં 6225 કેસ અને ખેડામાં 5665 કેસ સામે આવ્યા છે.

15-19 વર્ષની છોકરીઓના લગ્ન વધુ

15-19 વર્ષની છોકરીઓના લગ્ન વધુ

વસતી ગણતરીની સાથે સાથે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના 3 અને 4ના ડિસ્ટ્રિક્ટક ચાઈલ્ડ પ્રોટેક્શન પ્લાનના દિશા નિર્દેશોના એક ભાગ તરીકે અપાયેલા આંકડા પરથી ખુલાસો થયો છે કે એવી છોકરીઓ જેમના 15 વર્ષની ઉંમરે લગ્ન થયા હોય તેમની સંખ્યા વધી છે. જે કુલ ઉંમરની મહિલાોના 2.36 ટકા છે. 15થી 19 વર્ષની ઉંમરની યુવતીોની સંખ્યા જેમના લગ્ન થયા છે, તે તમામ જિલ્લામાં વધી છે.

ફક્ત 15 કેસમાં જ ગુનો સાબિત થયો

ફક્ત 15 કેસમાં જ ગુનો સાબિત થયો

રિપોર્ટમાં કહેવાયું છે કે બાળ વિવાહ રોકવા ધ્યાન આપવાની જરૂર છે. ખાસ કરીને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના પણ લગ્ન થઈ રહ્યા છે. આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ છે કે દર 77મી છોકરીના લગ્ન 15 વર્ષની ઉંમર પહેલા થાય છે. તો CAGના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે 2009-14ની વચ્ચે રાજ્યમાં 659 બાળ વિવાહની ફરિયાદ નોંધાઈ છે. જેમાંથી માત્ર 15 કેસમાં ગુનો સાબિત થયો છે.

લોકો માટે આ રિવાજ છે

લોકો માટે આ રિવાજ છે

ડૉ. પટેલનું કહેવું છે કે,'જ્યારે તમે એમ કહો છો કે અમદાવાદ જેવા જિલ્લા જ્યાં શહેરીકરણ વધુ છે, ત્યાં આ સંખ્યા વધુ છે. તો તમારે એવા સમાજ વિશે જાણવું જોઈએ, જેમાં આ લગ્ન થયા છે. તેમણે આગળ કહ્યું કે આ ફક્ત ત્યારે થઈ શકે જ્યારે આવા સમાજમાં જાગૃતિ લાવવામાં આવે. તો સમસ્યા ઉકેલાઈ જશે.

આ દર્શાવે છે કે ક્યાંકને ક્યાંક સરકાર અને સમાજ આ મામલે જાગૃતિ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. આ ઉપરાંત જે લોકો પોતાના બાળકોના લગ્ન કરાવે છે, તેમને એવું નથી લાગતું કે તેઓ નિયમ તોડી રહ્યા છે. તેમના માટે આ એક સામાજિક રિવાજ છે. કાયદો અને વ્યવસ્થા ફક્ત સરકાર જુએ છે.

અમદાવાદ અને અન્ય ત્રણ શહેરી જિલ્લામાં બાળ વિવાહના કારણ

અમદાવાદ અને અન્ય ત્રણ શહેરી જિલ્લામાં બાળ વિવાહના કારણ

NFSH 4 પ્રમાણે ગાંધીનગરમાં 50.4 ટકા, ખેડામાં 41.7 ટકા મહિલાઓ 20-24 વર્ષની છે, જેમાના લગ્ન 18 વર્ષની ઉંમર પહેલા થયા હતા. બાળકો અંગે કામ કરતી એક NGOના અધિકારીના કહેવા પ્રમામે અમદાવાદ અને અન્ય ત્રણ શહેરી જિલ્લામાં આટલા મોટા પ્રમાણમાં બાળ લગ્નનું કારણ છે કે મોટા ભાગના લોકો માઈગ્રન્ટ છે.

કેટલાક સમાજમાં મુદ્દો ગંભીર છે.

કેટલાક સમાજમાં મુદ્દો ગંભીર છે.

આ સમસ્યા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં પણ છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભીલ, ઢોડિયા, હળપતિ, ગામીત, કોકણા, નોકા, રથાવા અને વરલી જેવા સમાજમાં આ મુદ્દો ગંભીર છે. આ સમાજ રાજ્યના કુલ આદિવાસીઓની વસ્તીના 40 ટકા છે. જે ઉત્તરમાં બનાસકાંઠાથી દક્ષિણમાં ડાંગ સુધી વસે છે. આ સમાજોમાં બાળ વિવાહિત વ્યક્તિઓની સંખ્યા 11,500થી વધુ છે.

કેમ નથી અટકાવી શકાતા બાળ વિવાહ?

કેમ નથી અટકાવી શકાતા બાળ વિવાહ?

બાળ વિવાહ નિષેધ અધિનિયમ 2006 લાગુ થયા છતાંય ગુજરાતમાં બાળ વિવાહ અટકાવી નથી શકાયા. આ દરમિયાન વસ્તી ગણતરીના આંકડા કહે છે કે અનુસૂચિત જાતિઓમાં 10થી 14 વર્ષની ઉંમરમાં 9,930 લોકો વિવાહિત (3945 પુરુષ અને 5985 મહિલા) છે. જેમાંથી 469 વિધવા છે. 197 છૂટા રહે છે અને 104 છૂટાછેડા રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે ગ્રામીણ વિસ્તારમાં 4,407 કેસ છે જ્યારે શહેરી વિસ્તારમાં અનુસૂચિત જાતિના કિશોરોની સંખ્યા 5,523 છે.

આ પણ વાંચો: ગુજરાતમાં 28,000 હીરા કામદારો નોકરી ગુમાવી ચૂક્યા છે, કંઈક આવી અપીલ

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X