For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિવિલ હોસ્પિટલની હાલાત કાળી કોઠરીથી પણ ખરાબ થઈ ગઈઃ ગુજરાત હાઈકોર્ટ

સિવિલ હોસ્પિટલની હાલાત કાળી કોઠરીથી પણ ખરાબ થઈ ગઈઃ ગુજરાત હાઈકોર્ટ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ અમદાવાદ સ્થિત એશિયાના સૌથી મોટા હોસ્પિટલમાં કરના વાયરસથી દર્દીના થઈ રહેલા મત પર ગુજરાત હાઈકોર્ટે વિજય રૂપાણી સરકારને જોરદાર ફટકાર લગાવી છે અને સાથે જ કેટલાય નિર્દેશ પણ આપ્યા છે. હાઈકોર્ટે કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલાત તો કાળીકોઠરીથીપણ ખરાબ થઈ ચૂકી છે. અદાલતે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીને પણ સવાલ કર્યા કે શું તેમને હોસ્પિટલની હાલાતનો કંઈ અંદાજો પણ છે. કર્ટે કહ્યું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત બહુ દયનીય થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે એશિયાના સૌી મોટા હોસ્પિટલ તરીકે પ્રખ્યાત આ હોસ્પિટલમાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે.

કોરોનાને લઈ ગુજરાત સરકારને ફટકાર લગાવી

કોરોનાને લઈ ગુજરાત સરકારને ફટકાર લગાવી

દમળેલી જાણકારી મુજબ ગુજરાત ખાસ કરીને અમદાવાદમાં કોરોના વાયરસના દર્દી અને સિવિલ હસ્પિટલની હાલાત પર ગુજરાત હાઈકોર્ટે નારાજગી જતાવી. અદાલતે એશિયાના સૌથી મોટા હોસ્પિટલને સ્થિતિને દયનીય ગણાવતા કહ્યું કે તેની હાલત કાળીકોઠરી જેવી અથવા તો તેનાથી પણ ખરાબ થઈ ચૂકી છે. કોર્ટે કોવિડ 19ને લઈ દાખળ પીઆઈએલ પર સ્વતઃ રિપોર્ટ લેતા શુક્રવારે આવા પ્રકારની ટિપ્પણી કરી જે બાદમાં સાર્વજનિક થઈ ગઈ. જણાવી દઈએ કે શુક્રવાર સુધી માત્ર અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસથી 377 દર્દીના મોત થઈ ચૂક્યાં હતાં. હાઈકોર્ટની બે જજવાળી બેંચે કહ્યું કે, હાલાત બહુ પીડાદાયક અને દર્દનાક થઈ ચૂક્યા છે. આજની તારીખમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ બહુ દયનીય છે... અમારે બહુ દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે આજની તરીખમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલની હાલત બહુ ખરાબ લાગી રહી છે.

સિવિલ હસ્પિટલની હાલત કાળી કોઠરીથી પણ ખરાબ

સિવિલ હસ્પિટલની હાલત કાળી કોઠરીથી પણ ખરાબ

હાઈકોર્ટે એમ પણ કહ્યું કે અમે અગાઉ કહ્યું તે પ્રમાણે સિવિલ હોસ્પિટલ દર્દીના ઈલાજ માટે છે. જો કે, આજની તારીખમાં એવું લાગે છે કે આ બિલકુલ કાળી કોઠરી બની ચૂક્યું છે. કદાચ કાળી કોઠરીથી પણ ખરાબ થઈ ચૂક્યું છે. દુર્ભાગ્યથી ગરીબ અને લાચાર દર્દીઓ પાસે કોઈ વિકલ્પ નથી.

વેંટિલેટરની કમી પર સવાલ

વેંટિલેટરની કમી પર સવાલ

ગુજરાત સરકાર માટે સૌથી ફજેતી વાળી વાત એ છે કે હોસ્પિટલે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને પૂછ્યું કે શું તમને ખબર પણ છે કે આખરે હોસ્પિટલમાં શું થઈ રહ્યું છે. કોર્ટે કહ્યું કે શું પ્રદેશના સ્વાસ્થ્ય મંત્રી પાસે આ અંગે કંઈ જાણકારી છે કે દર્દીઓ ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ અને બીજા કર્મચારીઓએ કેવી પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મેડિકલ ઑફિસર અને અન્ય ખાનગી સ્ટાફને ખાનગી રીતે કેટલીવાર મળ્યા છે, જેથી તેમને પરેશાની અંગે માલૂમ પડી શકે.

સરકાર અને ખાનગી હોસ્પિટલો માટે પણ નિર્દેશ

સરકાર અને ખાનગી હોસ્પિટલો માટે પણ નિર્દેશ

આ ટિપ્પણીની સાથે જ ગુજરાત હાઈકોર્ટે હાલાતને સુધારવા માટે રાજ્ય સરકારને કેટલાક નિર્દેસ પણ આપ્યા છે. અદાલતે કહ્યું કે સરકાર નૉન પરફોર્મિંગ ડૉક્ટરનું તત્કાળ ટ્રાન્સર કરે અને બીજા હોસ્પિટલેથી વરિષ્ઠ અને અનુભવી ડૉક્ટરને લાવવામા ંઆવે જે સિવિલ હોસ્પિટલમાં સારી સેવા આપવા માટે તૈયાર હોય. અદાલતે વધુમાં કહ્યું કે ડૉક્ટરોને કહો કાં તો તમારું ક્લિનિક ચલાવો કાં તો સરકારી કોવિડ હોસ્પિટલોમાં આવીને યોગદાન આપો.

ગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાનો આરોપગુજરાતમાં કોરોના હોસ્પિટલ પર સવાલ ઉઠ્યા, મૃત દર્દીઓના ઘરેણા-કપડાં ચોરી થવાનો આરોપ

English summary
civil hospital's condition is worse than dugeon says gujarat high court
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X