આગામી ર૦પર ના વર્ષની અંદાજિત વસ્તીને ધ્યાને રાખી પાણી પુરવઠા યોજના ઘડાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-શહેરોમાં પીવાના પાણીની પૂરતી સુવિધા નાગરિકોને આપવા તથા ઘરોની ડ્રેનેજ લાઇનનું મેઇન ડ્રેનેજ સાથે જોડાણ આપી નગરોમાં સ્વછતા શુદ્ધતા જાળવણીનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર સ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-શહેરોમાં પીવાના પાણીની પૂરતી સુવિધા નાગરિકોને આપવા તથા ઘરોની ડ્રેનેજ લાઇનનું મેઇન ડ્રેનેજ સાથે જોડાણ આપી નગરોમાં સ્વછતા શુદ્ધતા જાળવણીનો અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર સાબરકાંઠા જિલ્લાની વડાલી, વડોદરા જિલ્લાની કરજણ અને કચ્છની મુંન્દ્રા-બારોઇ નગરપાલિકાઓના પાણી પુરવઠા યોજનાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

Bhupendra Patel
તેમણે વડાલી નગરપાલિકાને આવી પાણી પુરવઠા યોજનાના કામો માટે રૂ. ૬.૩૧ કરોડ, કરજણ નગરપાલિકાના જૂના બજાર વિસ્તારમાં પાણી પુરવઠાના કામ માટે રૂ. ૯૧.૪૯ લાખ અને મુંન્દ્રા-બારોઇ નગરપાલિકાને રૂ. ર૦.૭૮ કરોડ એમ કુલ ર૮ કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મંજૂર કર્યા છે

આ નગરોમાં હાલની બેઝ ઇયર તથા આગામી ર૦પર સુધીની અંદાજિત વસ્તીને ધ્યાને રાખીને પાણી પુરવઠા યોજનાના કામોનું આયોજન કરવામાં આવ્યું છે, વડાલી, કરજણ અને મુંન્દ્રા-બારોઇ નગરોમાં દૈનિક પાણી પુરતા પ્રમાણમાં મળતું થાય તે માટે આ સુચિત યોજનામાં રાઇઝીંગ મેઇન, ઊંચી ટાંકી, પમ્પીંગ મશીનરી, અંડરગ્રાઉન્ડ સમ્પ, વિતરણ વ્યવસ્થા જેવા કામો હાથ ધરવામાં આવશે

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ અંગેની જે દરખાસ્ત ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા રજુ કરવામાં આવી હતી તેને તેમણે અનુમોદન આપ્યું છે. એટલું જ નહિ, મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના અન્ય ૩ નગરો થરાદ, વિસાવદર અને ધ્રાંગધ્રામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે ઘરોની ગટર લાઇન મુખ્ય ગટર લાઇન સાથે જોડવાના કામો માટે પણ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રકમની ફાળવણી કરી છે
.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટકમાં સોસાયટીના ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે જોડાણ દિઠ મહત્તમ રૂ. સાત હજાર આપવાનું નિર્ધારીત થયેલું છે.

મુખ્યમંત્રીએ આ યોજના અન્વયે જે રકમ ફાળવી છે તેમાં થરાદ નગરપાલિકાના ર૭૦ ઘરોની ડ્રેનેજ લાઇન માટે રૂ. ૧૮.પ૬ લાખ, ધ્રાંગધ્રા નગરપાલિકામાં પ૦૦ ઘરોની ગટર લાઇન માટે રૂ. ર૪.૯૭ લાખ અને વિસાવદરમાં મેઇન ગટર લાઇનમાં જોડાણ માટે રૂ. ર૩.૪૮ લાખ મંજૂર કર્યા છે
.
ભૂપેન્દ્ર પટેલ સમક્ષ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા આ ત્રણેય નગરપાલિકાઓ માટેની રૂ. ૬૭.૦૧ લાખની દરખાસ્તો ૧પ૩૭ ઘરોની ગટર લાઇનને મુખ્ય ગટર લાઇન સાથે જોડવાના કામો માટે રજુ કરવામાં આવી હતી. આ દરખાસ્તો મુખ્યમંત્રીશ્રીએ મંજૂર કરતાં આ નગરોમાં સ્વચ્છતા-શુદ્ધતા અને પર્યાવરણ જાળવણીને વધુ વેગ મળશે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X