Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલના શાસનના 3 વર્ષની વિકાસગાથા, જાણો વિકાસના વિવિધ ક્ષેત્રે મેળવેલી સિદ્ધિઓ
Gujarat News: ગુજરાતના 18મા CM તરીકે 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે શપથ લીધા બાદ, CM ભૂપેન્દ્ર પટેલના શાસનકાળના આગામી 12 ડિસેમ્બર 2025ના રોજ ત્રણ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારીને સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત કર્યા છે.
આ ત્રણ વર્ષોમાં જાહેર કરાયેલી લોકકેન્દ્રિત નીતિઓ, આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું સફળ આયોજન અને સંકટ વ્યવસ્થાપનમાં અસરકારક નેતૃત્વ રાજ્યને બહુવિધ ક્ષેત્રોમાં અગ્રેસર બનાવવામાં સફળ રહ્યું છે.

વૈશ્વિક સ્તરે ગુજરાતની ઓળખ મજબૂત
CMના નેતૃત્વમાં ગુજરાતે વૈશ્વિક મંચ પર સફળતાપૂર્વક આયોજન કર્યું છે.
આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સ: G-20 બેઠકો અને 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કરવામાં આવ્યું.
- પ્રાદેશિક વિકાસ: પ્રથમવાર રાજ્યના ચાર પ્રદેશો (ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાત, કચ્છ-સૌરાષ્ટ્ર)માં વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસનું આયોજન કરવામાં આવ્યું, જેનો હેતુ સ્થાનિક વિકાસને 'વિકસિત ભારત @2047'ના વિઝન સાથે જોડવાનો છે.
- સંકટ વ્યવસ્થાપન: વર્ષ 2025માં એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટના જેવી ગંભીર પરિસ્થિતિમાં CMએ સંવેદનશીલ, ઝડપી અને અસરકારક નેતૃત્વ પ્રદાન કરીને સંકટ વ્યવસ્થાપનનો એક અનુપમ દાખલો પૂરો પાડ્યો.
ત્રણ વર્ષની મુખ્ય સિદ્ધિઓનો અહેવાલ
આ ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં થયેલી પ્રગતિ નીચે મુજબ છે.

કૃષિ કલ્યાણ અને ખેડૂત સહાય
- વીજળી: કિસાન સૂર્યોદય યોજના હેઠળ 16,899 ગામોમાં (19.48 લાખ ગ્રાહકો) નિયમિત રીતે દિવસે વીજળી મળી રહી છે.
- રાહત પેકેજ: કમોસમી વરસાદ અને ભારે વરસાદથી થયેલા પાક નુકસાન સામે ખેડૂતોને રાહત આપવા માટે અનુક્રમે ₹10,000 કરોડ અને ₹947 કરોડના કૃષિ રાહત પેકેજ જાહેર કરાયા.
- વ્યાજ સહાય: શૂન્ય ટકાના દરે પાક ધિરાણ યોજના હેઠળ 33 લાખથી વધુ ખેડૂતોને ₹3030.34 કરોડથી વધુની વ્યાજ સહાય પૂરી પાડવામાં આવી.
મહિલા સશક્તિકરણ
- લખપતિ દીદી: ગુજરાતમાં લખપતિ દીદીની સંખ્યા 5.96 લાખ થઈ, રાજ્ય 10 લાખ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
- નીતિ: નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-2024 જાહેર કરવામાં આવી.
- બજેટ: વર્ષ 2023માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ ₹1 લાખ કરોડને પાર ગયું, જેમાં 804 યોજનાઓ મહિલાલક્ષી આવરી લેવામાં આવી.
- યોજના: અંત્યોદય પરિવારોની મહિલાઓ માટે નાણાકીય સહાય માટે 'જી-સફલ' (G-SAFAL) યોજના લોન્ચ કરાઈ.
આરોગ્ય કલ્યાણ
- વીમા કવચ: PMJAY-MA યોજના હેઠળ સહાય ₹5 લાખથી વધારીને ₹10 લાખ કરવામાં આવી.
- ડિજિટલ હેલ્થ: ગુજરાત શાળાના વિદ્યાર્થીઓને ડિજિટલ હેલ્થ કાર્ડ પૂરું પાડનારું દેશનું એકમાત્ર રાજ્ય બન્યું, અત્યાર સુધીમાં 1.15 કરોડ કાર્ડ જારી.
- સુધારો: માતા મૃત્યુ દરમાં 50% અને બાળમૃત્યુ દરમાં 57.41% નો નોંધપાત્ર ઘટાડો થયો.
- પહેલ: 465 કિડની ટ્રાન્સપ્લાન્ટ કરીને ગુજરાત દેશમાં પ્રથમ, અને ટ્રાઇબલ જિનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ લોન્ચ કરનારું પણ પ્રથમ રાજ્ય બન્યું.
શિક્ષણ અને યુવા વિકાસ
- મિશન સ્કૂલ્સ ઑફ એક્સેલન્સ: 13,353 નવા વર્ગખંડો, 21,000 નવી કમ્પ્યુટર લેબ્સ, અને 1,09,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ્સનું કાર્ય પૂર્ણ થયું.
- AI ટેકનોલોજી: સંભવિત ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને ઓળખી તેમને શાળા છોડતા અટકાવવા માટે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ (EWS) અમલી કરવામાં આવી.
- યોજનાઓ: નમો લક્ષ્મી યોજના (10 લાખ વિદ્યાર્થીનીઓને ₹1000 કરોડથી વધુ સહાય) અને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ 42 લાખ બાળકોને લાભ મળી રહ્યો છે.
સ્પોર્ટ્સ અને યુવા વિકાસ
- ખેલ મહાકુંભ: ખેલ મહાકુંભ 3.0 ઇવેન્ટમાં 71 લાખથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું.
- આંતરરાષ્ટ્રીય યજમાની: ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત થયું.
- સ્ટાર્ટઅપ: SSIP 2.0 હેઠળ 600 સ્ટાર્ટઅપ્સને ઇન્ક્યુબેશન માટે સમર્થન અને 402 સ્ટાર્ટઅપ્સને ₹23 કરોડથી વધુની સહાય પૂરી પાડવામાં આવી.
સુશાસન અને કાયદા વ્યવસ્થા
- ગવર્નન્સ: 'વિકસિત ગુજરાત @2047'નો રોડમેપ બનાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું. વહીવટી કાર્યક્ષમતા વધારવા GRIT અને GARC (ગુજરાત વહીવટી સુધારણા આયોગ)ની રચના કરવામાં આવી.
- ક્રાંતિકારી નિર્ણયો: મહેસૂલી ક્ષેત્રે જમીન હેતુફેરની કામગીરીમાં ક્રાંતિકારી નિર્ણયો લેવાયા, જેમ કે ₹5 કરોડ સુધીના જમીન વેલ્યુએશન પર પ્રીમિયમ મંજૂરી કલેક્ટર કક્ષાએથી આપવાનો નિર્ણય.
- કાયદો: જાહેર ભરતીમાં ગેરરીતિ અટકાવવા કડક કાયદો બનાવાયો, અને માનવબલિ જેવી પ્રથાઓ પર અંકુશ લાવવા માટે વિધેયક સર્વાનુમતે પસાર કરાયું.
- સુરક્ષા: છેલ્લા 3 વર્ષમાં પોલીસે ₹5426.25 કરોડની કિંમતનું 65789.74 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 7000થી વધુ CCTV કેમેરા સ્થાપિત કરાયા.
- નવી પહેલ: ફાઇનાન્સિયલ સાયબર ક્રાઇમ રિફંડ માટે 'તેરા તુઝકો અર્પણ' પોર્ટલ અને ANTF યુનિટ્સ શરૂ કરાયા.
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત વડાપ્રધાનના "વિકસિત ભારત @2047" ના વિઝનને સાકાર કરવા માટે દૃઢપણે આગળ વધી રહ્યું છે. આ ત્રણ વર્ષના વિકાસ યજ્ઞએ ગુજરાતની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવી છે.












Click it and Unblock the Notifications
