For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનને સંબોધ્યુ!

ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાનામાં નાના માનવીના હિત અને ન્યાયને કેન્દ્રમાં રાખવાની આવશ્યકતા દર્શાવી હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

અમદાવાદ : ગુજરાત સ્ટેટ જયુડિશિયલ ઓફિસર્સના પ્રથમ અધિવેશનમાં અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાનામાં નાના માનવીના હિત અને ન્યાયને કેન્દ્રમાં રાખવાની આવશ્યકતા દર્શાવી હતી. લોકશાહીમાં ગુડ-ગવર્નન્સ અને રૂલ્સ ઓફ લો માટે લેજીસ્લેચર, એક્ઝીક્યુટીવ અને જ્યુડીશ્યરી એક બીજા પૂરક બનીને અને સ્વતંત્ર રીતે જો કામ કરે તો દરેકને ન્યાય અને તેની પ્રક્રિયાનો લાભ ચોક્કસપણે મળે એમ પણ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું.

CM Bhupendra Patel

ન્યાયની અદાલતો એ રૂલ ઓફ લોના ગાર્ડીયન તરીકે ફરજ બજાવે છે અને લોકોમાં ન્યાયતંત્ર પ્રત્યેની જે શ્રદ્ધા છે તે ટકી રહે અને તેમાં વધારો થાય તે કામ ન્યાયીક અધિકારીઓનું છે તેવો મત તેમણે દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીએ ગુજરાતમાં પ્રથમવાર આ કોન્ફરન્સના આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે ક્હ્યું કે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત ૨૦ વર્ષમાં દરેક ક્ષેત્રમાં વિકાસની કેડી કંડારીને ડેવલપમેન્ટનું રોલ મોડલ બન્યું છે.

આની પાછળ મુખ્ય કારણ રાજ્યમાં ગુડ ગવર્નન્સ એટલે કે ઝડપી, વાજબી નિર્ણય અને સારામાં સારી પબ્લીક બિઝનેસ સર્વીસીસ તેમજ બિઝનેસ એન્વાયરમેન્ટ હોવાના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વમાંથી અને અન્ય રાજ્યોમાંથી વધુમાં વધુ રોકાણ થાય છે. એટલું જ નહિ સાથોસાથ સક્ષમ ન્યાય પ્રણાલીનો પણ રાજ્યમાં શાંતિ અને સલામતિ સુનિશ્ચિત કરવામાં મહત્વનો ફાળો રહ્યો છે તેનો મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રીએ સંબોધનમાં આગળ જણાવ્યું કે, રાજ્ય સરકારે પણ કાયદા વિભાગ અને ન્યાયતંત્રને હંમેશા પ્રાથમિકતા આપી છે. ન્યાયતંત્રની તમામ માંગણીઓને ધ્યાનમાં રાખીને સર્વ-સમાવિષ્ટ બજેટ ફાળવણી કરવામાં આવે છે. ૨૦૦૩-૨૦૦૪માં ન્યાયતંત્રનું બજેટ માત્ર ૧૪૦.૧૯ કરોડ હતું, તેમાં ગત વીસ વર્ષમાં આશરે બારસો ટકાનો જંગી વધારો કરીને આ નાણાકીય વર્ષ માટે રુપિયા ૧ હજાર સાતસો ૪૦ કરોડની રકમની જોગવાઈ કરવામાં આવી છે.

English summary
CM Bhupendra Patel addressed the first convention of Gujarat State Judicial Officers!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X