CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત, કમોસમી વરસાદનો ભોગ બનેલા ખેડૂતો માટે સરકાર ટૂંક સમયમાં સહાય પેકેજ જાહેર કરશે
Gujarat News: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને થયેલા વ્યાપક નુકસાન અંગે રાજ્ય સરકારે મોટો અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. CM ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા (Social Media) દ્વારા માહિતી આપી છે કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં ધરતીપુત્રો માટે રાહત અને સહાય પેકેજ જાહેર કરશે.

કુદરતી આપત્તિની આ અણધારી આફતને કારણે અનેક ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. ખેડૂતો અને ધારાસભ્યો તરફથી વળતર ચૂકવવાની રજૂઆતો બાદ CMએ આ ખાતરી આપી છે.
CMની સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટતા
CM ભૂપેન્દ્ર પટેલે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે,
"રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભી છે."
તેમણે ઉમેર્યું કે રાજ્યના મંત્રીઓએ અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી છે, અને તંત્ર દ્વારા પાકને થયેલા નુકસાનની સમીક્ષા અને સર્વેની કામગીરી અત્યંત ઝડપથી હાથ ધરવામાં આવી છે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) November 2, 2025
રાજ્યના મંત્રીશ્રીઓએ પ્રત્યક્ષ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને ખેડૂતોની સ્થિતિ જાણી…
ઝડપી સહાય માટે સરકાર પ્રતિબદ્ધ
CMએ વધુમાં જણાવ્યું કે તેઓ સતત મંત્રીઓ અને અધિકારીઓની સાથે સંકલનમાં છે.
"ધરતીપુત્રોના હિતને સર્વોચ્ચ પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર ખેડૂતોને આ નુકસાનમાં સહાયરૂપ થવા આગામી દિવસોમાં ઝડપથી રાહત-સહાય પેકેજ જાહેર કરશે."
DyCM હર્ષ સંઘવીએ CMના આ સંવેદનશીલ અને સક્રિય નેતૃત્વની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે સર્વેની તાત્કાલિક શરૂઆત અને ઝડપી રાહત આપવાનો નિર્ણય પ્રો-એક્ટિવ નેતૃત્વનું ઉત્તમ ઉદાહરણ છે.
સરકારના આ નિર્ણયથી કમોસમી વરસાદથી નુકસાન વેઠનારા ખેડૂતોમાં વહેલી તકે આર્થિક સહાય મળવાની આશા જન્મી છે.












Click it and Unblock the Notifications
