CM ભૂપેન્દ્ર પટેલે ખાવડા જંક્શન પર માણી ચાની મજા
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ કચ્છ જિલ્લાની મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન આજે ખાવડા જંક્શન પર સામાન્ય નાગરિક જેમ ચાની લિજ્જત માણી હતી.
મુખ્યમંત્રી મંગળવારથી કચ્છની મુલાકાતે છે, અને ત્યાં તેમણે ધોરડો ખાતે રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોનો પ્રારંભ કરાવ્યો હતો, તેમજ કચ્છમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા રિન્યુએબલ એબલ એનર્જી પાર્કની કામગીરી નિરીક્ષણ માટે મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શોનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો.
અત્રે નોંધનીય બાબત છે કે, રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, પ્રવાસન વિભાગ સચિવ હારીત શુક્લ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના સચિવ મમતા વર્મા, ધારાસભ્ય સર્વ પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન તેમજ પદાધિકારીઓ/ઉચ્ચ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.












Click it and Unblock the Notifications
