CM ભુપેન્દ્ર પટેલે દ્વારકાધીશના દર્શન કરી ગુજરાત પર કૃપા વરસતી રહે તેવી પ્રાથના કરી
મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા ગુજરાત રાજ્ય પર સતત વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પાદુકા પૂજન પણ કર્યું હતું.

નવી દિલ્હી : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે ગુજરાતની સુખાકારી માટે દ્વારકામાં લક્ષ્મી નારાયણ નવકુંડી મહાયજ્ઞમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં યજ્ઞમાં આહુતી આપ્યા બાદ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા હતા. ભુપેન્દ્ર પટેલે દ્વારકા જિલ્લાની મુલાકાત લઈ જગત મંદિર ખાતે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા.
મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તથા ભગવાન દ્વારકાધીશની અસીમ કૃપા ગુજરાત રાજ્ય પર સતત વરસતી રહે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે પાદુકા પૂજન પણ કર્યું હતું.
ભગવાન દ્વાકરાધીશના દર્શન દરમિયાન મુખ્યમંત્રીનું સાંસદ રમેશ ધડુક, કેબિનેટ મંત્રી મુળુ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, તોરણીયા મહંત રાજેન્દ્રદાસ બાપુ, કલેકટર એમ. એ.પંડ્યા, પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

Click it and Unblock the Notifications