For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાલનપુર ખાતે PPP ધોરણે નિર્માણ પામેલ અદ્યતન બસ ટર્મિનલનું CM કરશે લોકાર્પણ

પાલનપુર ખાતે PPP ધોરણે નિર્માણ પામેલ અદ્યતન બસ ટર્મિનલનું CM કરશે લોકાર્પણ

|
Google Oneindia Gujarati News

ઉત્તર ગુજરાતના પાલનપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવનિર્મિત બસ ડેપોનું લોકાર્પણ કરાશે. પીપીપી મોડલથી તૈયાર થયેલ અદ્યતન બસ ટર્મિનલને ખુલ્લુ મુકવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે વડગામ તાલુકાના સીસરાણા ખાતે નિર્માણ પામનાર ૨૨૦ કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હત કરશે. આ પ્રસંગે પાલનપુર ખાતે યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહેશે.

bhupendra patel

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એમ. વી. ઓમ્ની શાયોના બી.આઇ.પી.એલ. (પાલનપુર) પ્રા. લિ. દ્વારા બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)ના ધોરણે રૂ. ૩૭.૨૮ કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા એસ.ટી. ડિવીઝન દ્વારા દિવસ દરમ્યાન કુલ- ૧૯૨૦ ટ્રીપો ચલાવી જિલ્લાના લોકોને પરિવહન સુવિધા પુરી પાડવામાં આવે છે.

આ બસ પોર્ટની કુલ જમીનનો વિસ્તાર- ૨૯,૭૪૨ ચો.મી. છે. બસ ટર્મિનલ બિલ્ટઅપ વિસ્તાર- ૩૮,૬૬૫ ચો.મી. છે. એલાઇટીંગ અને બોર્ડિગ પ્લેેટફોર્મ ૨૫ ચો.મી., પેસેન્જર કોન્કર્સ વિસ્તાર- ૨૨૪૨ ચો.મી., કોમન વેઇટિંગ રૂમ- ૧૦૦ ચો.મી., લેડીઝ વેઇટિંગ રૂમ-૫૦ ચો.મી., શોપ, રેસ્ટોરન્ટ અને કિયોસ્ક- ૯૨૫ ચો.મી., ક્લોક રૂમ-૨૫ ચો.મી., ઇન્કવાયરી, રિઝર્વેશન અને ટિકીટીંગ, પેસેન્જર અને ટુરિસ્ટ ઇન્ફોર્મેશન- ૧૫૦ ચો.મી., વહીવટી ઓફિસ- ૫૦ ચો.મી., રેસ્ટરૂમ અને ડોરમેટરી- ૨૦૦ ચો.મી., સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને સ્ટાફ ડિસ્પેન્સરી- ૭૦ ચો.મી. તથા એસ.ટી. વિભાગીય કચેરી ૭૦ ચો.મી. માં બનાવવામાં આવી છે. વર્ગ- ૧ માટે ૧, વર્ગ- ૨ માટે ૧૧ અને વર્ગ-૩ માટે ૧૪૦ ની બેઠક વ્યવસ્થાવાળી કચેરી તથા એસ.ટી. ના કર્મચારીઓને રહેવા માટે સ્ટાફ ક્વાર્ટર બનાવાયા છે.

મુસાફરલક્ષી સુવિધાઓમાં ટિકીટ કાઉન્ટર અને પૂછપરછ કેન્દ્ર, ડિજીટલ ડિસપ્લે સાથેની આવામગનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિએબલ સાઇન બોર્ડ, બસ સ્ટેશન ઓફિસ, સી.સી.ટી.વી.કેમેરા, વોલ્વો વેઇટિંગ રૂમ, વ્હીલ ચેર, લગેજ ટ્રોલી, બેઠક વ્યવસ્થા, કેન્ટીન, રેસ્ટોરન્ટ, ડોરમેટરી અને ક્લોક રૂમની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવાઇ છે.

વાણિજ્યિક સુવિધાઓમાં રિટેલ સુપર માર્કેટ, શોપિંગ મોલ, રેસ્ટોરન્ટ, ફૂડ કોર્ટ, પ્લા,ઝા, વ્યાવસાયિક ઓફિસો અને શો- રૂમ, બજેટ હોટલ, સિનેમા હોલ, ગેમ ઝોન વિગેરની વ્યવસ્થા એક જ સ્થળ પર ઉપલબ્ધ હોવાથી મુસાફરોને સરળતા રહેશે.

English summary
CM Bhupendra Patel will inaugurate new bus terminal in palanpur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X