For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઉન પ્લાનિંગના કામોને વેગ આપવા મુખ્યપ્રધાને કર્યા મહત્વના નિર્ણય

રાજ્યમાં ટાઉન પ્લાનીંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવાના અભિગમ રૂપે ટી.પી. સ્કીમ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

રાજ્યમાં ટાઉન પ્લાનીંગની કામગીરીને ગતિશીલ અને સચોટ બનાવવાના અભિગમ રૂપે ટી.પી. સ્કીમ અંગે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે 425 જેટલી ટી.પી. સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝૂંબેશ ચલાવવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

શહેરી વિકાસમાં ગુજરાત રોલ મોડેલ

શહેરી વિકાસમાં ગુજરાત રોલ મોડેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરીકરણ અને શહેરી વિકાસના આયોજન ક્ષેત્રે ગુજરાત રોલ મોડેલ બની રહે તેવી નેમ સાથે આ બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને આ મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે, રાજ્યમાં ટાઉન પ્લાનીંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે 425 જેટલી ટી.પી. સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝૂંબેશ ચલાવવામાં આવશે.

ઝડપી કામગીરી માટે સિનિયર ટાઉન પ્લાનરની નિમણૂંક

ઝડપી કામગીરી માટે સિનિયર ટાઉન પ્લાનરની નિમણૂંક

રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઝડપી વેગ આપવામાં આવી રહ્યો છે. રાજ્યમાં વધુ પ્રમાણમાં ટી.પી. સ્કીમની કાર્યવાહી થઇ રહી છે તેવાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં ઝડપી નિર્ણાયકતા માટે સિનીયર ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીઓની નિયુકિત કરવાનો મહત્વનો નિર્ણય પણ આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. જેના કારણે ટી.પી સ્કીમ પર ઝડપી અમલીકરણ થઈ શકે.

સમયાવધિ બાદ મળેલા વાંધા ફગાવાશે

સમયાવધિ બાદ મળેલા વાંધા ફગાવાશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, ટી.પી. સ્કીમમાં લાંબા સમય સુધી રજૂઆતોને કારણે જે વિલંબ થાય છે તે અટકાવવા ટાઉન પ્લાનીંગ એકટની જોગવાઇઓ અનુસાર એક માસ સુધીના જ વાંધાઓ ધ્યાને લેવાશે. સમયાવધિ બાદ મળેલા વાંધા-સૂચનો કે રજૂઆતો હવે ધ્યાને લેવાશે નહિ. આ રીતે, ટીપી સ્કીમમાં થતાં વાંધા વિલંબના કારણે રોકાતી કામગીરી પર રોક લાગી શકશે. તેમજ, કામગીરીમાં પણ ઝડપ આવી શકશે.

ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર દુર કરી પારદર્શીતા કરવા પ્રયાસ

ટીપી સ્કીમમાં ભ્રષ્ટાચાર દુર કરી પારદર્શીતા કરવા પ્રયાસ

ટીપી સ્કીમમાં થતાં ભ્રષ્ટાચારને દુર કરવા અને તેમાં પારદર્શિતા લાવવા પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ભાર મુક્યો હતો. મુખ્યમંત્રી શહેરી વિકાસ વિભાગનો હવાલો પણ ધરાવે છે અને રાજ્યશાસનનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ તેઓ સુદ્રઢ-સુવ્યવસ્થિત શહેરી વિકાસ આયોજનમાં ભ્રષ્ટાચાર રહિત પારદર્શીતાની નેમ વ્યક્ત કરી હતી.

જટીલ પ્રક્રિયાના સરળીકરણ માટે પ્રયાસ

જટીલ પ્રક્રિયાના સરળીકરણ માટે પ્રયાસ

નગર આયોજન-નગર નિયોજનની કામગીરીને રાજ્યમાં વધુ પારદર્શી અને ઝડપી બનાવવા તેમજ ટી.પી. સ્કીમની જટિલ પ્રક્રિયાઓના સરળીકરણ માટે અને વિવિધ તબક્કે બેવડાતી કામગીરી અકાવવાનો પણ એક જનહિત લક્ષી નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા ખાતેની પ્રાદેશિક કચેરીઓના કર્મચારી મહેકમને તબદીલ કરી રાજ્યકક્ષાએ તેમની સેવાઓ ઉપયોગમાં લેવા અંગે પણ નિર્ણય કરવામાં આવ્યો હતો.

ટાઉન પ્લાનિંગ માટે મેન પાવર વધારવા ભલામણ

ટાઉન પ્લાનિંગ માટે મેન પાવર વધારવા ભલામણ

રાજ્યમાં ટાઉન પ્લાનીંગ વિભાગને વધુ મેનપાવરથી સજ્જ કરવા અને વ્યાપક બનાવવા 70 જેટલા જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂંક પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા બેઠક દરમિયાન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સૂચના આપી હતી. સીધી ભરતીથી નિમણૂંક થયેલા 20 જેટલા જુનિયર ટાઉન પ્લાનરને તાત્કાલિક નિમણૂંક આપી દેવા પણ મુખ્યપ્રધાને સૂચન કર્યુ હતું.

જવાબદાર વિભાગોને પણ કામગીરી ઝડપી કરવા સૂચન

જવાબદાર વિભાગોને પણ કામગીરી ઝડપી કરવા સૂચન

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી તેમજ એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી જેવા સહ તંત્રવાહકોને પણ ટી.પી.ના પરામર્શ માટે સમયમર્યાદા નક્કી કરી વિલંબ નિવારવા સૂચનાઓ આપી હતી. તેમણે આ સત્તાતંત્રોને પણ ઝડપથી ટી.પી. સ્કીમ ફાઇનલ કરી દેવાની સરકારની પ્રતિબદ્ધતામાં આવરી લેવા અને ઝૂંબેશ રૂપે કાર્યવાહી હાથ ધરવા ભલામણ કરી હતી.

English summary
CM vijay Rupani take some decision for TP scheme fast development
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X