CM ભગવંત માન 16 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે, આપના સમર્થનમાં કરશે ચૂંટણી સભા

હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

ચંદીગઢઃ ગુજરાતમાંચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પક્ષો એડીચોટીનુ જોર લગાવી રહ્યા છે. નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. રાજ્યમાં આ વર્ષે ભાજપના મુકાબલે આમ આદમી પાર્ટીએ પૂરી તાકાત લગાવી દીધી છે. આ કડીમાં હવે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યા છે.

cm mann

ભાજપ શાસિત રાજ્યમાં AAP લોકોમાં પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે આમ આદમી પાર્ટીના નેતાઓ સતત રાજ્યની મુલાકાત લઈ રહ્યા છે. આ ક્રમમાં ફરી એકવાર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની ગુજરાત મુલાકાતનો પ્રસ્તાવ છે, જ્યાં તેઓ પાર્ટીના સમર્થનમાં જાહેર સભાઓને સંબોધિત કરશે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માન 16 ઓક્ટોબરે બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતમાં પાર્ટીના સમર્થનમાં પ્રચાર કરશે. અગાઉ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન તેમની સાથે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. 8 અને 9 ઓક્ટોબરના રોજ ગુજરાતની બે દિવસીય મુલાકાત બાદ હવે ફરીથી સીએમ માન ગુજરાત આવવાની તૈયારી કરી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X