For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CMએ GMC ને આંતરમાળખાકીય વિકાસ કામો માટે 37 કરોડ મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગપાલિકાને આંતરમાળખાકીય વિકાસના 9 કામો રૂપિયા 37 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર મહાનગપાલિકાને આંતરમાળખાકીય વિકાસના 9 કામો રૂપિયા 37 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

bhupendra patel

ગાંધીનગર મહાનગરપાલિકાએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે 2022-23 ના વર્ષની કરેલી દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

મુખ્યમંત્રીએ આ દરખાસ્તને સૈદ્ધાંતિક અનૂમતિ આપતાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના પાંચ કામો માટે રૂપિયા 21 કરોડ, સામાજિક આંતરમાળખાકીય વિકાસના 1 કામ માટે રૂપિયા 7 કરોડ તેમજ આગવી ઓળખના 3 કામો માટે રૂપિયા 9 કરોડ મળી કુલ 37 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.

આ સાથે ફિઝીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના જે કામો હાથ ધરાશે, તેમાં પેથાપૂર, વાવોલ, ઝૂંડાલ અને કોબા ખાતે કોમ્યુનિટી હોલ, વોર્ડ 10 કે 11 માં ફાયર સ્ટેશન, સ્ટ્રીટ લાઇટ, જુદા જુદા સેક્ટર ફરતે કમ્પાઉન્ડ વોલ તેમજ સુઘડ, નભોઇ, વાસણા હડમતિયા, ઝૂંડાલ, ખોરજ, ભાટ, કોટેશ્વર અને અમિયાપૂર તથા કોબામાં સ્મશાન અને કબ્રસ્તાનના નવિનીકરણની કામગીરી જેવા પાંચ કામો માટે કુલ 21 કરોડ ફાળવાશે.

સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટના કામો અંતર્ગત કોબા અને ઝૂંડાલ ખાતે નવિન અર્બન હેલ્થ સેન્ટર તેમજ સેક્ટર 24, 29 અને 2 ના અર્બન હેલ્થ સેન્ટરમાં આરોગ્યલક્ષી સુવિધાઓ પૂરી પાડવાના કામો માટે રૂપિયા 7 કરોડ મહાનગરપાલિકાને ફાળવાશે .

આ સાથે સાથે વોર્ડ નંબર 11 અને 2 માં ગાર્ડન ડેવલપમેન્ટ તથા સેક્ટર 30 અને બોરીજ ખાતે પણ ગાર્ડન વિકાસ એમ કુલ 3 કામો માટે રૂપિયા 9 કરોડ ફાળવવામાં આવશે.

આ 9 કામોની દરખાસ્તમાં સૂચવેલા કામોના વિગતવાર અંદાજો અને ટેક્નિકલ મંજૂરી મેળવ્યા બાદ ગાંધીનગર મહાનગરપાલિકા તેની કામગીરી શરૂ કરી શકશે, એવું પણ સૂચવવામાં આવ્યું છે.

English summary
CM sanctioned 37 crores to GMC for infrastructural development works
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X