For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની નિમણુંક

ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની નિમણુંક

By Staff
|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ સહિત પાંચ બિનસરકારી સભ્યોની નિમણુંક કરી છે. રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે જાહેર કરેલા ઠરાવમાં જણાવાયાનુસાર આ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરવામાં આવી છે.

gujarat state yoga board

બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વશ્રી ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમભાઇ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહજી ઝાલા અને હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં જન-જન સુધી યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યમંત્રીએ ગત 21મી જૂને વિશ્વયોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી.

આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના પ્રતિનિધિ, ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રીના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવશ્રીના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવશ્રી અને કમિશનરશ્રીનો સમાવેશ થયેલો છે.

<strong>વડોદરાઃ 5.7 લાખના ડ્રગ્સ સાથે 2 કોલેજિયન વિદ્યાર્થીની ધરપકડ</strong>વડોદરાઃ 5.7 લાખના ડ્રગ્સ સાથે 2 કોલેજિયન વિદ્યાર્થીની ધરપકડ

English summary
CM Vijay Rupani Appointed Chairperson and Non-Government Members in Gujarat State Yoga Board
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X