સાચો શિયાળો હવે આવી રહ્યો છે? ભુક્કા બોલાવતી ઠંડીની આગાહી

ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો પ્રારંભ થયો છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનો પ્રકોપ વધુ તીવ્ર બનશે. આજથી રાજ્યમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે.

ઉત્તર-પૂર્વ દિશામાંથી 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનો ઠંડીમાં વધારો કરશે. વર્તમાન સિઝનની આ કાતિલ ઠંડી 15 જાન્યુઆરી સુધી ચાલુ રહેવાની સંભાવના છે.

સૌથી ઓછા તાપમાન સાથે નલિયા 7.5 ડિગ્રી સેલ્સિયસ પર રાજ્યનું સૌથી ઠંડું શહેર નોંધાયું હતું. અન્ય શહેરોમાં ડીસામાં 11 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી, જ્યારે રાજકોટ અને ભુજમાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં 13.4 ડિગ્રી અને વડોદરામાં 13.6 ડિગ્રી તાપમાન અનુભવાયું. વહેલી સવારે લોકો કાતિલ ઠંડી અને ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી ચાર દિવસ માટે ઉત્તરપશ્ચિમ, મધ્ય, પૂર્વ અને ઉત્તરપૂર્વીય ભારત માટે ગંભીર હવામાન ચેતવણી જારી કરી છે. IMD ના અહેવાલ મુજબ, ચાર રાજ્યોમાં ખૂબ જ ગાઢ ધુમ્મસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 17 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ માટે યલો એલર્ટ અપાયું છે. ગુજરાતના પડોશી રાજ્યો રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં શીતલહેર પ્રવર્તવાની પણ આગાહી કરવામાં આવી છે.

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે વરસાદ અને બરફવર્ષાનો અંદાજ છે. હવામાન વિભાગે કાશ્મીરના ડોડા, બડગામ, શોપિયા સહિત હિમાચલના ચંબા, રોહતાંગ, કિન્નૌર અને મનાલીના પહાડી વિસ્તારોમાં વરસાદની સંભાવના દર્શાવી છે.

અન્ય કેટલાક પહાડી ક્ષેત્રોમાં હિમવર્ષા પણ થઈ રહી છે, જ્યારે દક્ષિણ ભારતમાં તમિલનાડુ માટે પણ વરસાદની ચેતવણી અપાઈ છે. કાશ્મીરના પહાડી વિસ્તારોમાં થયેલ બરફવર્ષાએ ઠંડીનો પારો વધુ ગગડાવતા કાતિલ ઠંડી તીવ્ર બની છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X