For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં B 20 ઇન્સેપ્શ મીટીંગનો પ્રાંરભ

ગાંધીનગરમાં કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલની ઉપસ્થિતિમાં બી20 ઇન્સેપ્શનને લગતો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ગુજરાતના મુખ્યમંત્રી સહિત ઉદ્યોગ મંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા.

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતને જી-20નું યજમાન પદ મળ્યું છે. આ G20ની સૌપ્રથમ B 20 ઈન્સેપ્શન મીટ ગુજરાતના ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શરૂ થઈ છે. B 20 ઈન્સેપ્શનના સહભાગી ડેલિગેટ્સ રાષ્ટ્ર તથા આમંત્રિતો માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મહાત્મા મંદિર ખાતે બહુ વિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Bhupendra patel

G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત'B-20 ઇન્સેપ્શન' મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવો એમ્ફી થિયેટર, મહાત્મા મંદિર,ગાંધીનગર ખાતે વિવિધ કલાકારો દ્વારા રજૂ કરાયેલા ગુજરાત ની આગવી ઓળખ એવા ગરબા, રાસ,પરંપરાગત આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળીને પ્રભાવિત થયા હતા.

આ કાર્યક્રમમાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત, સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજકુમાર સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. G 20 હેઠળ ગાંધીનગરમાં આયોજિત'B-20 ઇન્સેપ્શન' મિટિંગમાં સહભાગી થવા ગુજરાતના મહેમાન બનેલા રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મહાનુભાવોએ ગાંધીનગર ખાતે દાંડી કુટિરની મુલાકાત લઈને પૂજ્ય મહાત્મા ગાંધીજી જીવન- દર્શનથી પ્રભાવિત થયા હતા.

ગાંધી કુટીરમાં મહાત્મા ગાંધીની જીવનગાથાની દ્રશ્ય શ્રાવ્ય ઝલક મેળવી હતી લંડન ખાતે કાયદાનો અભ્યાસ, દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશરો સામે સત્યાગ્રહની શરૂઆતથી લઈને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ગાંધીજીના યોગદાનને જાણ્યું હતું.

English summary
Commencement of B 20 Inception Meet in Gandhinagar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X