કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ
એપ્રિલ મહિનાની શરૂઆતમાં જ મોંઘવારીનો મોટો ઝાટકો લાગ્યો છે, કારણ કે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સીધો ૧૯૫ રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકવામાં આવ્યો છે.

આ ભાવવધારાને પગલે હવે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત ૨૦૭૮ રૂપિયાને પાર પહોંચી ગઈ છે, જે વેપારીઓ અને હોટલ સંચાલકો માટે ચિંતાનો વિષય બન્યો છે.
મહત્વનું છે કે ગત ૧ માર્ચના રોજ પણ સિલિન્ડરમાં ૧૧૫ રૂપિયાનો વધારો થયો હતો, જેનો અર્થ છે કે છેલ્લા એક મહિનામાં કુલ ૩૧૦ રૂપિયાનો વધારો થયો છે.
છેલ્લા એક વર્ષમાં આ પાંચમી વખત છે જ્યારે કોમર્શિયલ ગેસના ભાવ વધ્યા છે, જેના કારણે બહાર જમવાનું અને ખાણી-પીણીની વસ્તુઓ મોંઘી થવાની પૂરી શક્યતા છે.
જોકે, રાહતની વાત એ છે કે ઘરેલુ વપરાશના ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, જેનાથી સામાન્ય પરિવારોના રસોડાનું બજેટ હાલ પૂરતું સુરક્ષિત રહ્યું છે.












Click it and Unblock the Notifications
