વલસાડમાં તોફાન પછી હાલ શાંતિ છવાઇ છે

Subscribe to Oneindia News

વલસાડ જિલ્લામાં અતુલ ગામે સોમવાર મોડી રાતે બે જૂથો સામે સામે આવી જતા સમગ્ર વિસ્તારમાં અંજાપા ભરેલી સ્થિતિ સર્જાઇ હતી. જેના કારણે ત્યાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો. જો કે તે પછી હાલ અહીં શાંતિ સ્થપાઇ છે. પણ તેમ છતાં હવે શાંતિ ડહોળાય નહી તે માટે અતુલ હવે શાંતિ ડહોળાય નહીં તે માટે ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી, પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યુ છે.

valsad

આ પ્રકરણ અંગે જે રીતે માહિતી બહાર આવી છે તે મુજબ તેમાં બે અલગ અલગ ધર્મના લોકોના પ્રેમપ્રકરણ અને પાછળથી તેમના પરિવારને તે અંગે જાણ કરતા મામલો વક્રર્યો હોવાની વાત બહાર આવી છે. જો કે આ તોફાનના પગલે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. વધુમાં આ ઘટનામાં સગીર યુવતી પર સંડોવાયેલી હોવાના કારણે પોલીસ હવે આ મામલાની તપાસ કરી રહી છે.

English summary
Conflict Between two community at Valsad. Read here more.
Please Wait while comments are loading...