For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી સામેની એડમાં થઇ ગઇ કોંગ્રેસની ફજેતી!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 નવેમ્બર: કુપોષણને લઇને ગુજરાતની ભાજપ સરકારની સામે આપવામાં આવેલી જાહેરાત કોંગ્રેસ માટે મુશ્કેલી બની ગઇ છે. કોંગ્રેસે ચૂંટણી પ્રચાર માટે આ જાહેરાત આપી હતી. જેમાં એક કુપોષિત બાળકને તેની માતાના ખોળામાં બતાવવામાં આવ્યું છે.

ભાજપનું કહેવું છે કે જાહેરાતમાં આપવામાં આવેલી તસવીર એક ઇસાઇ સંગઠનની વેબસાઇટમાંથી ઉપાડવામાં આવી છે. સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ પર આ તસવીર ખુબ જ ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપનું કહેવું છે કે આ તસવીર શ્રીલંકામાં આવેલા પૂર પીડિત મહિલા અને તેના બાળકની છે.

congress ad
ભાજપના કાર્યકર્તા અને ફેન્સ આ તસવીરને ઇમેઇલ અને ફેસબુક દ્વારા ઇન્ટરનેટ પર મોકલી રહ્યા છે. આ પહેલા ગુજરાતમાં કોંગ્રેસના નેતાએ કુપોષણને લઇને દેશના એક બાળરની તસવીર પોતાના બ્લોગમાં લગાવી હતી. મીડિયામાં સમાચાર આવ્યા બાદ કોંગ્રેસી નેતા આડા અવળા જવાબો આપતા ફરી રહ્યા છે.

કોંગ્રેસી નેતાઓનું કહેવું છે કે મુંદ્દો ફોટો નથી કુપોષણ છે. જાહેરાતમાં આપવામાં આવેલ આંકડાઓ બિલકુલ સાચા છે. લોકોએ તેના પર ધ્યાન દોરવું જોઇએ. ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કુપોષણને લઇને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

મોદીએ જણાવ્યું હતું કે 'ગુજરાતની છોકરીઓ સુંદર દેખાવાની લ્હાયમાં સ્વાસ્થ્યનું ધ્યાન નથી રાખતી. ગુજરાતમાં મોટાભાગના લોકો શાકાહારી છે. અત્રે મધ્યમ વર્ગનું રાજ છે. મધ્યમ વર્ગની છોકરીઓ એટલા માટે દૂધ નથી પીતી કારણ કે તેમનામાં મેદસ્વીપણું ના આવી જાય.'

English summary
Congress advertisement against BJP using fake picture.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X