મોંઘવારી-બેરોજગારી મુદ્દે કોંગ્રેસનું સાંકેતિક બંધનું એલાન!

મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન કર્યુ છે.

રાજ્યમાં બેરોકટોક મોંઘવારી, બેરોજગારી તેમજ કથળતી કાયદો વ્યવસ્થા, ખાડે ગયેલ અર્થતંત્ર, ડ્રગ્સનો બેરોકટોક કારોબાર, મહિલા અત્યાચારનું વધતુ પ્રમાણ સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરે કોંગ્રેસ દ્વારા સાંકેતિક બંધનું એલાન કર્યુ છે. આ સાંકેતિક બંધના એલાનમાં જોડાવા માટે પ્રદેશ પ્રમુખે રાજ્યની જનતાને અપીલ કરી છે.

congress

પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાને બદલે અણઘડ વહીવટ અને ખોટી આર્થિક નીતીને કારણે દેશમાં 14 કરોડથી વધુ યુવાનો બેરોજગાર થયા છે. ફીક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ગુજરાતના યુવાનોનું ભાજપ સરકાર આર્થિક શોષણ કરી રહી છે. 20 થી 24 વય જુથના 42% યુવાનો બેરોજગાર છે. ભાજપ સરકારે વિચાર્યા વગર નોટબંધી અમલમાં મુકી, ઉતાવળે જીએસટી લાગુ કરી જેના પરિણામે 2.30 લાખથી વધુ લઘુ ઉધોગો બંધ થતાં કરોડો લોકોના રોજગાર ખતમ થઈ ગયા. આ પરિસ્થિતિમાં ગુજરાતના નાગરિકોની લાગણીને વાચા આપવા કોંગ્રેસ દ્વારા 10 સપ્ટેમ્બરના રોજ 8 થી બપોરના 12 કલાક સુધીનું સાંકેતિક બંધનું આહવાહન કરવામાં આવ્યું છે. જેમાં વેપારી મહામંડળો, સામાજીક સંસ્થાઓને પ્રતિકાત્મક બંધમાં જોડાવાની અપિલ કરવામાં આવી છે. નાના લારી ગલ્લા, પાથરણાવાળા, ફેરીયાઓ, રોજીંદુ કમાતા લોકોને સમજાવટ થી પ્રતિકાત્મક બંધમાં જોડાવા વિનંતી કરાઈ છે.

રાજીવ ગાંધી ભવન ખાતે આયોજીત પત્રકાર પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, "બહુત હુઈ મહેંગાઈ કી માર" જેવા નારાથી સત્તારૂઢ થયેલી ભાજપ સરકારના રાજમાં મોંઘવારી વધી છે. ભાજપ સરકારે 27 વર્ષોમાં માત્ર મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટ્રાચારનુ કમળ ખીલવવાનુ કામ કર્યું છે. પેટ્રોલ, ડીઝલ, સીએનજી, રાંધણ ગેસ સહિત અનાજ, દાળ, લોટ, ચોખા, દહી, પનીર, મધ જેવી રોજ બરોજની આવશ્યક ચીજવસ્તુઓ પર આકરો જીએસટી ઝીંકવાથી પ્રજા મુશ્કેલીમાં મુકાઈ છે. મોંઘવારીને કાબુમાં લેવાને બદલે ભાજપ સરકાર પ્રજા પર ટેક્સનો બોજ લાદીને પોતાની તિજોરી ભરવામાં વ્યસ્ત છે.પેટ્રોલ હોય કે ડીઝલ, સી એન જી હોય કે પી એન જી, રાસાયણીક ખાતર હોય કે બિયારણ, દવાઓ, ખાધ્ય સામ્રગી હોય કે જીવન જરૂરીયાત અન્ય ચીજવસ્તુઓ એકપણ એવી વસ્તુ બચી નથી જેમાં ભાજપ સરકારે મોંઘવારીનો પ્રહાર ના કર્યો હોય. દુધ, દહી, પનીર, છાશ, લોટ જેવી ખાધ્ય પ્રદાર્થો પર જીએસટી લગાડી મોંઘવારીની આગમાં ઘી હોમી દીધુ છે. મોંઘવારીએ રાષ્ટ્રીય સમસ્યા બની છે ત્યારે ગુજરાતના નાગરિકોને મંદી, મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓમાંથી મુક્તિ મળે તે માટે કોંગ્રેસે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા 10 સપ્ટેમ્બરના રોજ સાંકેતીક બંધનું એલાન કરવામાં આવ્યું છે. ગુજરાતીઓ આ બંધમાં જોડાય તેવુ આહવાહન કરવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X