For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર રવાના

ગુજરાતમાં રાજ્યસભાની પેટાચૂંટણી, કોંગ્રેસના ધારાસભ્યો ગાંધીનગર રવાના

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં આજે રાજ્યસભાની 2 સીટ માટ પેટા ચૂંટણી થઈ રહી છે. દેશમાં બજેટની ચર્ચાની વચ્ચે ગાંધીનગરમાં આજે મતદાન થશે. ગુજરાત કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને વ્હિપ જાહેર કર્યું છે અને તમામને હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસના તમામ 69 ધારાસભ્યો પાછલા 24 કલાકથી પણ વધુ સમયથી માઉન્ટ આબુના એક રિસોર્ટમાં રોકાયેલા હતા, આ તમામ ધારાસભ્યો હવે ગાંધીનજર જવા માટે રવાના થઈ ગયા છે.

congress

કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે ભાજપ તેના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહ્યું છે. ક્રૉસ વોટિંગથી બચવા માટે કોંગ્રેસ તમામ ધારાસભ્યોને રાજસ્થાન બૉર્ડર પાસે પાલનપુરમાં આવેલ બલરામ રિસોર્ટમાં લઈ ગઈ હતી. રિપોર્ટ્સ મુજબ કોંગ્રેસના આ તમામ ધારાસભ્યો શુક્રવારે પાર્ટીના સીનિયર નેતાઓની હાજરીમાં વિધાનસભા માટે રવાના થશે. વિધાનસભામાં આજે સવારે 9 વાગ્યાથી વોટિંગ શરૂ થશે, જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. વોટિંગની ગણતરી સાંજે 5 વાગ્યેથી શરૂ થશે.

ગુજરાત વિધાનસભામાં 182 સભ્યો હોય છે. પરંતુ આ પેટાચૂંટણીમાં 175 ધારાસભ્યો જ વોટિંગ કરશે. ગુજરાતમાં ભાજપના 100 અને કોંગ્રેસના 71 ધારાસભ્યો છે. એક ઉમેદવારને જીતવા માટે 50 ટકા એટલે કે 88 ધારાસભ્યોના મત જોઈએ. જણાવી દઈએ કે ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની દ્વારા લોકસભા ચૂંટણી જીત્યા બાદ ગુજરાતમાં રાજ્યસભા પેટાચૂંટણી કરાવવી પડી છે. ભાજપે અહીંથી વિદેશ મંત્રી એસ જયશંકર અને ઓબીસી નેતા જુગલજી ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે કોંગ્રેસે ચંદ્રિકા ચુડાસમા અને ગૌરવ પાંડ્યાને ઉમેદવાર બનાવ્યા છે.

ગુજરાત રાજ્યસભા પેટા ચૂંટણી ત્યારે દિલચસ્પ થઈ ગઈ જ્યારે આ બે સીટની પેટાચૂંટણી માટે અલગ અધિસૂચના જાહેર કરવામાં આવી. બે સીટ માટે થઈ રહેલ આ પેટા ચૂંટણીમાં અલગ-અલગ બેલેટ પત્રન ઉપયોગ કરવામાં આશે. જો સંખ્યાબળના હિસાબે જોઈએ તો ભાજપ આ બંને સીટને જીતતી જોવા મળી રહી છે, કેમ કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો પહેલી પ્રાથમિકતાના પોતાના વોટનો અધિકાર બે વાર કરશે, જો કે અંતિમ પરિણામ મત ગણતરી બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

ગુજરાતમાં હાલ કોંગ્રેસને પોતાના ધારાસભ્યોનો બગાવતનો સામનો કરવો પડી રહ્યો છે. કોંગ્રેસી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પાર્ટી નેતૃત્વથી બગાવતના મૂડમાં છે અને તેમણે પાર્ટીના અન્ય ધારાસભ્યો સાથે રિસોર્ટમાં આવવા માટે ઈનકાર કર દીધો હતો. કોંગ્રેસી નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે બીજી પાર્ટીઓ ધારાસભ્યોને તોડવામાં માહેર છે અને તેઓ ફરી એકવાર આ ટ્રીક જ અજમાવી રહ્યા છે.

આ પણ વાંચો- Budget 2019: મોદી સરકાર 2નું આજે પહેલું બજેટ, સૌની નજર નિર્મલા સીતારમણ પર

English summary
congress bringing back their MLAs from mount abu to gandhinagar for rajyasabha bypoll
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X