For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: મોદી સરકાર 2નું આજે પહેલું બજેટ, સૌની નજર નિર્મલા સીતારમણ પર

Budget 2019: મોદી સરકાર 2નું આજે પહેલું બજેટ, સૌની નજર નિર્મલા સીતારમણ પર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં પોતાનું પહેલું જનરલ બજેટ રજૂ કરશે જેમાં તેઓ અર્થવ્યવસ્થામાં તેજી લાવવા, ખેડૂતોની આવકમાં વધારો કરવા, સરકારી રોકાણમાં વધારો કરવાની સાથોસાથ ખાનગી રોકાણને પણ આકર્ષિત કરવાના ઉપાય કરવા, વેતનભોગિઓની આવક અને વિવિધ ટેક્સમાં છૂટ દ્વારા ખુશ કરવાની કોશિશ કરી શકે છે. દેશને આ બજેટથી ઘણી ઉમ્મીદો છે. લોકોને ઉમ્મદી છે કે આ બજેટથી ન માત્ર દેશની અવર્થવ્યવસ્થામાં સુધારો થશે બલકે સામાન્ય લોકોને પણ રાહત મળશે.

મોદી સરકાર 2નું પહેલું બજેટ

મોદી સરકાર 2નું પહેલું બજેટ

અગાઉ એક દિવસ પહેલા સદનમાં આર્થિક સર્વે રજૂ કર્યું હતું. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આર્થિક સર્વે રાજ્યસભા અને લોકસભામાં રજૂ કર્યું. આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2019-20 માટે વાસ્તવિક વૃદ્ધિ દર (જીડીપી) સાત ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે સર્વે તૈયાર કર્યો હતો.

નાણાકીય વર્ષ 2019

નાણાકીય વર્ષ 2019

સર્વે મુજબ વર્ષ 2025 સુધી 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બનવા માટે ભારતને 8 ટકાનો જીડીપી વિકાસ દર બનાવી રાખવાની આવશ્યકતા રહેશે. જ્યારે નાણાકીય વર્ષ 2019 દરમિયાન સામાન્ય નાણાકીય નુકસાન 5.8 ટકા રહેવાનું અનુમાન છે.

વાર્ષિક રિપોર્ટ

વાર્ષિક રિપોર્ટ

સર્વેમાં દેશા વિકાસનો વાર્ષિક રિપોર્ટ હોય છે જેમાં જણાવવામાં આવે છે કે પાછલા 12 મહિના દરમિયાન દેશની અર્થ્યવસ્થા અને સરકારી યોજનાઓથી શું પ્રગતિ થઈ છે. આ દસ્તાવેજ નાણા મંત્રાલયના મુખ્ય આર્થિક સલાહકાર તૈયાર કરે છે, આ સર્વેક્ષણથી એ પણ માલૂમ પડે છે કે સરકારની નીતિઓથી દેશને ફાયદો પહોંચ્યો કે નહિ.

નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ પહેલું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ પહેલું બજેટ

નાણામંત્રી નિર્મલા સીતારમણનું આ પહેલું બજેટ છે, નિર્મલા સીતારમણ દેશની પહેલી પૂર્ણકાલિક મહિલા નાણામંત્રી છે અને મોદી સરકાર વનમાં તેઓ રક્ષા મંત્રાલય સંભાળી ચૂક્યાં છે.

Budget 2019 Live: નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે ન્યૂ ઈન્ડિયાનું બજેટ Budget 2019 Live: નિર્મલા સીતારમણ આજે રજૂ કરશે ન્યૂ ઈન્ડિયાનું બજેટ

English summary
nirmala sitaraman will present first general budget of modi government 2.0
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X