For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

LIVE: કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાનઃ રાજ્યમાં બંધને મિશ્ર પ્રતિસાદ

|
Google Oneindia Gujarati News

ગાંઘીનગર, 6 સપ્ટેમ્બરઃ ગુજરાતમાં થયેલા ફેક એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી ડીજી વણઝારા દ્વારા પોતાના રાજીનામા પત્ર થકી જે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે, તેને લઇને દેશ અને ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય બંધનું એલાન આપ્યું છે. જેને હાલ મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. જો કે મળી રહેલી માહિતી અનુસાર જામનગરમાં એનએસયુઆઇના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે અને તેમની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી છે. અમદાવાદ, સુરત, ભાવનગર અને વડોદરામાં બંધની અસર જોવા મળી રહી છે.

અપડેટઃ 3.45 PM

પાટણઃ નરેન્દ્ર મોદીના પુતળાનું દહન કરવામાં આવ્યું છે.

વડોદરાઃ વડોદરામાં બંધને મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો છે.

સુરતઃ સુરતમાં આંશિક પ્રતિસાદ મળ્યો છે, મોટાભાગના માર્કેટ રાબેતા મુજબ ચાલું છે.

અમેરલીઃ ધારાસભ્ય અને પૂર્વ સાંસદની અટકાયત કરવામાં આવી છે.

ગીર-સોમનાથઃ શાળા અને કોલેજ બંધ કરાવવા ગયેલા 20 જેટલા કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

ભાવનગરઃ કલુ કલસારિયા સહિત 50 લોકોની અટકાયત

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

ગુજરાતમાં થયેલા ફેક એન્કાઉન્ટર કેસમાં ફસાયેલા સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી ડીજી વણઝારા દ્વારા પોતાના રાજીનામા પત્ર થકી જે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

ગુજરાતમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. જેને લઇને ગુજરાત કોંગ્રેસ દ્વારા આજે રાજ્ય બંધનું એલાન આપ્યું છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

એનએસયુઆઇના કાર્યકર્તાઓ દ્વારા તોડફોડ કરવામાં આવી હોવાના અહેવાલ છે અને તેમની અટકાયત કરવામાં આવી હોવાની માહિતી છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

સુરેન્દ્ર બક્ષી પર લાઠીચાર્જ કરવામાં આવી હોવાના અહેવાલ છે અને તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમને કાલુપુર પોલીસ હેડક્વર્ટર લઇ જવામાં આવ્યા છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

વિવિધ 15 સ્થળો પર એમએટીએસની બસો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હાટકેશ્વરમાં બસની ચાવી કાઢી લેવાઇ.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

શાળા કોલેજ બંધ કરાવવા આવેલા 150 કોંગી કાર્યકર્તાઓની અટકાયત

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

બંધને નિષ્ફળ બનાવવા આદેશ, તમામ ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવ્યા આદેશ.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

સમગ્ર જિલ્લામાં 500 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ જૂથમાં નિકળ્યા.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

જુનાગઢમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

જુનાગઢમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા, શહેરમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે, કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પોલીસ તેનાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર 50થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

શહેરને બંધ કરાવવા માટે નીકળેલા 10 જેટલા કોંગી અને એનએસયુઆઇની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા, શહેરમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે, કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પોલીસ તેનાત કરી દેવામાં આવી છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

વડોદરામાં ટાયર સળગાવવામાં આવતા 10 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર ટાયરો સળગાવવામાં આવતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

ગોધરામાં બંધ કરાવવા માટે નીકળેલા 10 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

બીઆરટીએસ બસમાં તોડફોડ કરવામાં આવી, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન

શહેર પ્રમુખ સહિત 10 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

અપડેટ 11.54 AM
સુરેન્દ્ર બક્ષી પર લાઠીચાર્જ: કર્યો અન્ન-જળનો ત્યાગ

અમદાવાદઃ સુરેન્દ્ર બક્ષી પર લાઠીચાર્જ કરવામાં આવી હોવાના અહેવાલ છે અને તેમણે અન્નજળનો ત્યાગ કર્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમને કાલુપુર પોલીસ હેડક્વર્ટર લઇ જવામાં આવ્યા છે. જવાબદાર અધિકારી સામે પગલા ભરવા માગ કરી છે

અમદાવાદઃ વિવિધ 15 સ્થળો પર એમએટીએસની બસો રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો. હાટકેશ્વરમાં બસની ચાવી કાઢી લેવાઇ. જ્યારે બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓએ બંધ પેટ્રોલપંપને ચાલું કરાવ્યો હતો. પાલડીમાં ભાજપના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

અમરેલીઃ શાળા કોલેજ બંધ કરાવવા આવેલા 150 કોંગી કાર્યકર્તાઓની અટકાયત

સુરેન્દ્રનગરઃ સમગ્ર જિલ્લામાં 500 જેટલા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી

વિજાપુરમાં 40 કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી. તેઓ વિજાપુરમાં શાળા અને કોલેજો બંધ કરાવવા ગયા હતા.

અપડેટઃ 9.44 AM

ગાંધીનગરઃ બંધને નિષ્ફળ બનાવવા આદેશ, તમામ ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવ્યા આદેશ.

કચ્છઃ કચ્છની વાત કરવામાં આવે તો જિલ્લાના ગાંધીધામમાં બંધને સજ્જડ બંધનો પ્રતિસાદ મળ્યો છે.

તાપીઃ તાપીમાં બંધનું સંપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે.

પાલનપુરઃ બંધને સફળ બનાવવા માટે કોંગ્રેસી કાર્યકર્તાઓ જૂથમાં નિકળ્યા.

ભરૂચઃ શહેરને બંધ કરાવવા માટે નીકળેલા 10 જેટલા કોંગી અને એનએસયુઆઇની અટકાયત કરવામાં આવી છે.

જુનાગઢઃ જુનાગઢમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે.

નવસારીમાં બંધની કોઇ અસર જોવા મળી રહી નથી. જ્યારે અમદાવાદમાં આશિંક અસર જોવા મળી રહી છે. બંધના પગલે શાળા અને કોલેજોમાં પાંખી હાજરી જોવા મળી રહી છે.

છોટાઉદેપુરઃ છોટાઉદેપુરમાં બંધ દરમિયાન 6 કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી છે.

અપડેટઃ 9.23 AM

રાજકોટમાં એનએસયુઆઇ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી

પાટણઃ કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા, શહેરમાં સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે, કોઇ અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પોલીસ તેનાત કરી દેવામાં આવી છે. માહિતી અનુસાર 50થી વધુ કોંગી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

વડોદરાઃ વડોદરામાં ટાયર સળગાવવામાં આવતા 10 કોંગ્રેસી કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા રસ્તા પર ટાયરો સળગાવવામાં આવતા ટ્રાફિક જામ થઇ ગયો હતો.

રાજકોટઃ રાજકોટમાં સાંસદ કુવરજી બાવળિયા અને ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઉપવાસમાં જોડાયા છે. કમિશનરથી ત્રીકોણીય બાગ સુધી રેલી યોજાનાર છે. શહેર એનએસયુઆઇના કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટમાં એનએસયુઆઇ અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હોવાના આહેવાલ છે.રાજકોટમાં મોટાભાગની શાળાઓ બંધ કરાવવામાં આવી છે.

દાહોદઃ કોંગ્રેસી કાર્યકર્તા અને એનએસયુઆઇના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

ગોધરાઃ ગોધરામાં બંધ કરાવવા માટે નીકળેલા 10 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે.

શંકરસિંહ વાઘેલાએ કહ્યું છે કે, બંધ ગુજરાતમાં સફળ થશે.

અપડેટઃ 9.08 AM

અમદાવાદઃ બીઆરટીએસ બસમાં તોડફોડ કરવામાં આવી, વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ પાસે ટ્રેન રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેને લઇને પોલીસે 26 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. નવરંગપુરામાં છ શાળાને બંધ કરાવવામાં આવી છે.

પોરબંદરઃ અર્જુન મોઢવાડિયાના ભાઇની કાર જપ્ત કરવામાં આવી છે. શહેર પ્રમુખ સહિત 10 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.

સુરતઃ શાળા અને કોલેજે બંધ કરાવવામાં આવી રહી છે.

અપડેટઃ 8.49 AM

અમદાવાદ તોડફોડ

અમદાવાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા શાહપુર અને ખાનપુરમાં એએમટીએસ બસો રોકવામાં આવી અને બસના ટાયરની હવા કાઢી નાખવામાં આવી છે. જ્યારે કેકા શાસ્ત્રી કોલેજમાં તોડફોડ કરવામાં આવી છે. શાહપુરમાં એએમટીએસની બસમાં તોડફોડ કરવામાં આવી છે અને શંકરભુવન પાસે પથ્થરમારો કરવામાં આવ્યો છે.

બંધ અંગે મળી રહેલા અહેવાલ અનુસાર બંધના પગલે 37(1) કલમનું જાહેરનામું જાહેર કરી દેવામાં આવ્યું છે. અધિક કલેક્ટર સુધીર પટેલે સૂત્રોચ્ચાર, પ્રદર્શન અને શસ્ત્ર લઇને ફરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. બીજી તરફ વડોદરા, રાજકોટ અને જામનગરમાં કોંગી અને એનએસયુઆઇના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. એનએસયુઆઇના કાર્યકર્તાઓ દ્વારા સેન્ટ આન સ્કૂલમાં તોડફોડ કરવામાં આવી હતી અને સ્કૂલની બહાર ટાયર સળગાવ્યા હતા.

ભાજપની મોદી સરકારે રાજીનામું આપી દેવું જોઇએ તેવી માગણી સાથે કોંગ્રેસે શુક્રવારે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. તો બીજી તરફ કોંગ્રેસના બંધને નિષ્ફળ બનાવવા માટે ગુજરાત સરકારે રાજ્યભરમાં પોલીસને કામે લગાવી દીધી હોવાના અહેવાલ સાંપડી રહ્યાં છે. મળતાં અહેવાલ અનુસાર 10 હજારથી વધુનો કાફલો ખડે પગે રાખી દેવામાં આવ્યો છે અને તેમને સવારે છ વાગ્યાથી સ્ટેન્ડ ટૂના આદેશ આપી દેવામાં આવ્યા છે.

English summary
The Congress party has called for a statewide bandh on Friday in Gujarat over the recent unrest caused by suspended IPS officer Vanzara's letter
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X