3 કલાક લાંબી મેરેથોન મીટિંગ, કોંગ્રેસ-પાસ બન્ને ખુશ પણ...

Subscribe to Oneindia News

આજે પાસ કોર કમિટી અને કોંગ્રેસ લીડર તેમજ કાયદા નિષ્ણાંત કપિલ સિંબલ વચ્ચે બુધવારે મોડી રાત્રે 3.કલાક. જેટલી મેરેથોન મિટિંગ ચાલી હતી. જેમાં અનામતના મુદ્દા ને લઈ ચર્ચા કરવામાં આવી હતી. દિલ્હીથી ખાસ આવ્યા હતા. પાસ (પાટીદાર અનામત આંદોલન સમિતિ) ની કોર ટીમ માં દિનેશ પટેલ , લલિત વસોયા, અલ્પેશ કથીરિયા સહિત 13 લોકો હતા. જ્યારે કોંગેસ માંથી શક્તિસિંહ ગોહીલ, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિદ્ધાર્થ પટેલ સહિત ના નેતા હાજર.રહ્યા હતા. જોકે આ મીટીંગ માં.હાર્દિક પટેલ હાજર રહયો નહોતો.દિનેશ પટેલે જણાવ્યું હતું કે કપિલ સિબ્બલ દ્વારા અમને અનામત ને લઈને ત્રણ વિકલ્પ આપવામાં આવ્યા છે. આ બાબતે હવે હાર્દિક પટેલ સાથે તેમજ પાટીદાર સમાજ ના અગ્રણી સાથે ચર્ચા કરી ને નિર્ણય કરવા માં આવશે.

dinesh bhambaniya paas

ખાસ કરીને અમારા માટે ખોડલધામ (કાગવડ) તેમજ ઉમિયા માતા (ઊંઝા) તેમના અગ્રણી ઓ સાથે પણ ચર્ચા કરવામાં આવશે. હાલ અમે આ વિકલ્પો મીડિયા સમક્ષ જાહેર કરવા.ઈચ્છતા નથી. પણ બે દિવસ માં આ અંગે જાહેરાત કરવામાં આવશે. અમને સારા વિકલ્પો આપવામાં આવ્યા છે. જેથી 49 ટકા અનામત ને.અસર પણ.નહિ થાય અને પાટીદારો નું.હિત પણ સચવાસે. હાલ તામિલનાડુ, કર્ણાટક અને ઉત્તરાખંડમાં 49% ઉપર અનામત છે. તો તેના આધારે નક્કી કરી આગળ ની નીતિ બનાવવા માં.આવશે. પટેલે ઉમેર્યું કે ભાજપ સાથે અમે.ઘણી વખત મીટીગ કરી પણ કોઈ હકારાત્મક રસ્તો નીકળ્યો નહોતો પણ કોંગ્રેસ સાથે બીજી મુલાકાત માં જ વિવિધ રસ્તા મળ્યા છે.. ત્યારે આગામી દિવસો માં ચિત્ર નક્કી થઈ જશે.

kapil sibal

જો કે હાલ અમે.કોંગ્રેસ ને કોઈ સપોર્ટ જાહેર નથી કર્યો. જ્યારે કપિલ સીબબલે જણાવ્યું હતું કે "પાટીદાર નેતા ઓ સાથે વાતચીત ખૂબ હકારાત્મક વાતાવરણ થઈ છે અને અમને આશા છે કે પાટીદારો નો પ્રશ્ન સોલ્વ પણ થઈ જશે. તેમણે કહ્યું કે ગુજરાત માં ભારતીય જનતા પાર્ટીના નેતાઓની દાનત પર અમને વિશ્વાસ જ નથી અને માત્ર પાટીદારો ને જ નહીં પણ તમામ જ્ઞાતિ ઓને લોલીપોપ આપતા રહ્યા છે. અમને વિશ્વાસ છે કે આગામી ચૂંટણી માં ગુજરાત ની પ્રજા કોંગ્રેસ ને બહુમતીથી વિજયી બનાવશે."

English summary
Gujarat Election 2017: Congress leader Kapil Sibal and Pass leader discuss Reservation quota.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.