લમ્પી વાયરસથી ગૌધન બચાવવા કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ!
રાજ્યમાં લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગૌધનના મોત થઇ રહ્યા છે. ત્યારે, રાજ્યના ગૌધનને લમ્પી કહેરથી બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.
રાજ્યમાં લમ્પી વાયરસના લીધે મોટી સંખ્યામાં ગૌધનના મોત થઇ રહ્યા છે. ત્યારે, રાજ્યના ગૌધનને લમ્પી કહેરથી બચાવવા અને ભાજપ સરકારને જગાડવા જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. આ અંગે કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતુ કે, ગાયના નામે મત માંગી સત્તા મેળવનાર ભાજપની અસંવેદનશીલતા આ લંમ્પી વાઇરસના કારણે ખુલ્લી પડી ગઇ છે.

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં મે મહિનાથી ગૌવંશમાં લમ્પી વાઇરસ ફેલાઇ રહ્યો છે. પરંતું, તંત્ર લમ્પી વાઇરસ બાબતે ખેડૂતો, માલધારીઓ, પશુ પાલકોને માહિતગાર કરવા, આ રોગ સામે રસિકરણની અસરકારક કામગીરી વગેરેમાં સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે. કોરોનાની જેમ લમ્પી વાયરસમાં ખોટા આંકડાઓ આપવાની જગ્યાએ સાચી માહિતી પુરી પાડે, કાગળ પર રસિકરણ કરવાની જગ્યાએ ગૌવંશને બચાવવા ખરેખર રસિકરણ કરવામાં આવે તેવી માંગ કરી છે.
કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છેકે, ગૌશાળાઓ, પાંજરાપોળોની સબસિડી બાકી છે તે તાત્કાલીક ચૂકવણી કરવામાં આવે. ગુજરાતમાં હજારો ગોદામોમાં લાખો ટનમાં ઘાસચારો પડ્યો છે તે ખુલ્લો મુકવામાં આવે, ગૌવંશમાં લમ્પી વાયરસને મહામારી જાહેર કરી તેને SDRF ની જોગવાઈઓમાં સમાવેશ કરી મૃત ગાય બદલ પશુપાલકને વળતર આપવામાં આવે તેવી ગુજરાત કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
