For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પેટ્રોલ- ડીઝલના વધતા ભાવને લઈ રાજકોટ, કેશોદ, ગાંધીનગરમાં કોંગ્રેસનો હલ્લાબોલ

કોરોનાની મહામારીને કારણે લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. લોકોના કામ ધંધા, નોકરી બધું જ મંદુ પડી ગયુ છે. તો બીજી બાજુ ભાવ વધારો પણ લોકોની કમર તોડી રહ્યો છે. આજે કેશોદ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ,ડીઝલ,રાંધણગેસ તેમજ આવશ્યક ચી

|
Google Oneindia Gujarati News

કોરોનાની મહામારીને કારણે લોકોને ઘરે બેસવાનો વારો આવ્યો છે. લોકોના કામ ધંધા, નોકરી બધું જ મંદુ પડી ગયુ છે. તો બીજી બાજુ ભાવ વધારો પણ લોકોની કમર તોડી રહ્યો છે. આજે કેશોદ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ,ડીઝલ,રાંધણગેસ તેમજ આવશ્યક ચીજવસ્તુઓ નાં ભાવ વધારા અને મોંઘવારી સામે આજે વિરોધાત્મક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી કે પેટ્રોલ, ડીઝલ અને રાંધણગેસના તાત્કાલિક ભાવ ઘટાડવામાં આવે.

Petrol Diesel

ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પણ કોંગ્રેસના કાર્યકરોએ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. ગાંધીનગરમા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈ ભાજપ હાય હાયના નારા સાથે કોંગી કાર્યકરો ધરણા પર ઉતર્યા હતા. અમિત ચાવડાએ આવનારા સમયમાં જો કઇ નિરાકરણ નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અમિત ચાવડાએ આ ભાવવધારા પાછળ ભાજપ સરકારની ખોટી નીતી ગણાવી હતી. આ ઉપરાંત રાજકોટના ત્રિકોણબાગ ખાતે પણ કોંગ્રેસી કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેમાંના 30 જેટલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. કોંગ્રેસે પેટ્રોલ, ડિઝલ રાંધણગેસ સહિતના ભાવ વધારા સામે રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતુ. કોંગ્રેસના કાર્યકરોએ સાયકલ ચલાવીને વિરોધ નોંધાવ્યો હતો.

English summary
Congress protests in Rajkot, Keshod, Gandhinagar over rising petrol and diesel prices
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X