કોંગ્રેસને નવી યાદી જાહેર કરતા ઉમેદવારીના મુદ્દે થયો ઠેરઠેર વિરોધ

Subscribe to Oneindia News

કોંગ્રેસે નવી યાદી જાહેર કરતા ગાંધીનગરમાં કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને કેટલાક કોંગી કાર્યકરોએ તો ગાંધીનગર ખાતે ખુરશીઓ તથા કાર્યાલયના બારી બારણના કાચની પણ તોડફોડ કરી હતી. ઘટના એવી હતી કે ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર ગોવિંદસિંહ ઠાકોરનું નામ જાહેર થતા જ કોંગ્રેસે તેમનું પૂતળા દહન કર્યું હતું અને ત્યારે હિમાંશુ પટેલને ટિકિટ આપવાની માંગ કરી હતી. તો વળી કોંગ્રેસે ગાંધીનગર દક્ષિણ વિધાનસભા બેઠક માટે ગોવિંદસિંહ ઠાકોરના નામની જાહેરાત કરતા જ કાર્યકોર આક્રોશમાં આવી ગયા હતા અને જિલ્લા પંચાયત કચેરીના કાર્યાલયમાં તોડફોડ કરીને ઘણું નુંકસાન કર્યુ હતું.

Thakor Sena

રવિવારે મોડી રાતે કોંગ્રેસે 76 ઉમેદવારોની નવી યાદી જાહેર કરી હતી. વધુમાં ડીસા, પાલનપુર જેવા વિસ્તારોમાં પાટીદાર નેતાઓને વોટ અપાતા ત્યાંના જૂના નેતાઓએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે આ વખતની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જીતવા માટે અનેક નવા ઉમેદવારો પર દાવ લગાવ્યો છે. પણ આમ કરવા જતા કોંગ્રેસને પોતાના સંગઠનમાં જ વિરોધ સહન કરવાનો વખત આવ્યો છે.

English summary
Congress released 3rd list of Candidate, but now facing trouble on tickets issued.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.