રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે ગુજરાતમાં, પોરબંદરથી શરૂઆત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાનને જ્યાં હવે 15 દિવસ પણ બાકી નથી રહ્યા ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં એડી ચોટીનો જોર લગાવી ચૂંટણી પ્રચાર કરવાની તાજવીજ શરૂ થઇ ગઇ છે. અને આ જ કારણસહ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. રાહુલ ગાંધી આજે સવારે 10 વાગે પોરબંદરથી તેમની આ મુલાકાતની શરૂ કરશે. પોરબંદરમાં આજે રાહુલ ગાંધી ગુજરાતના માછીમાર સમાજના લોકોને મળશે. અને તેમના પ્રશ્નોને સમજશે.

rahul gandhi

આ ઉપરાંત રાહુલ ગાંધી તેમની આ બે દિવસની મુલાકાતમાં વડોદરા અને અમદાવાદમાં પણ વેપારી, શિક્ષણ જગત અને મેડિકલ ક્ષેત્રના લોકોને મળશે. ઉલ્લેખનીય છે કે ઉમેદવારી લિસ્ટ બહાર પડ્યા પછી રાહુલ ગાંધીની ગુજરાતમાં આ પહેલી યાત્રા છે. ઉમેદવારી લિસ્ટ બહાર પડ્યા પછી ગુજરાત કોંગ્રેસમાં પણ ભંગાણ પડ્યું છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસના યુવરાજની હાજરીમાં આ ભંગાણને જોડવાનો પણ પ્રયાસ તેમની આ મુલાકાત દરમિયાન કરવામાં આવશે.

English summary
Congress VC Rahul Gandhi is on two days Gujarat visit form today. Read here more details on it.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.