For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીની વાત સાંભળી વડોદરાના કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડાની દુકાન ખોલી, જોરદાર ચાલ્યો ધંધો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પકોડા રોજગાર અંગે ભલે લોકો ગમે એટલા વ્યંગ કરે, પરંતુ વડોદરાના એક કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડા રોજગાર ઘ્વારા ખુબ જ મોટો બિઝનેસ ઉભો કરી નાખ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પકોડા રોજગાર અંગે ભલે લોકો ગમે એટલા વ્યંગ કરે, પરંતુ વડોદરાના એક કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડા રોજગાર ઘ્વારા ખુબ જ મોટો બિઝનેસ ઉભો કરી નાખ્યો છે. નરેન્દ્ર મોદીનો સુજાવ માનીને કોંગ્રેસી કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતે વડોદરામાં પકોડાનો એક સ્ટોલ લગાવ્યો. આજે શહેરમાં તેમના કુલ 35 સ્ટોલ ચાલે છે. એનએસયુઆઇ સદસ્ય નારાયણભાઈ રાજપૂત હિન્દીમાં પોસ્ટ ગેજ્યુએટ છે.

નરેન્દ્ર મોદીનો સુજાવ માની દુકાન ખોલી

નરેન્દ્ર મોદીનો સુજાવ માની દુકાન ખોલી

ગુજરાતના વડોદરામાં એક કોંગ્રેસી કાર્યકર્તાએ પકોડા વેચીને પોતાનું જીવન બદલી નાખ્યું. પોતાને પાક્કા કોંગ્રેસી ગણાવનાર નારાયણભાઈ હિન્દીમાં પોસ્ટ ગેજ્યુએટ છે અને પકોડા સ્ટોલ ચલાવે છે. નારાયણભાઈ રાજપૂતે પકોડા વેચવાનું નક્કી ત્યારે કર્યું જયારે એક ઇન્ટરવ્યૂમાં પીએમ મોદી ઘ્વારા તેને એક રોજગાર ગણાવવામાં આવ્યો.

થોડા જ દિવસોમાં દુકાન ચાલી પડી

થોડા જ દિવસોમાં દુકાન ચાલી પડી

ત્યારપછી નારાયણભાઈ રાજપૂતે પીએમ મોદી ઘ્વારા આપવામાં આવેલું નિવેદન એક ચેલેન્જ તરીકે લીધું. તેમને પોતાનો પહેલો સ્ટોલ 'શ્રીરામ દાળવડા' તરીકે ખોલ્યો. થોડા જ દિવસોમાં તેમનો પકોડાનો ધંધો ખુબ જ સારી રીતે ચાલવા લાગ્યો. નારાયણભાઈ રાજપૂતે જણાવ્યું કે તેમને પહેલા ફક્ત 10 કિલો સમાન સાથે પકોડા વેચવાનું ચાલુ કર્યું. પરંતુ આજે તો 500 થી 600 કિલો સમાનના પકોડા વેચી રહ્યા છે.

રામના નામ પર રાખી દુકાન

રામના નામ પર રાખી દુકાન

રામના નામ પર સ્ટોલ રાખવા પર નારાયણભાઈ રાજપૂતે જણાવ્યું કે રામના નામ પર મોદી અને અમિત શાહ દેશ ચલાવી શકે છે તો તેમનો સ્ટોલ પણ સારું જ કરશે. નારાયણભાઈ સવારે 7 વાગ્યા થી 11 વાગ્યા સુધી 300 કિલો દાળવડા વેચે છે. પછી સાંજે તેઓ ચાર કલાક પોતાની દુકાન ચલાવે છે. તેમની દુકાન પર લોકોની ખુબ જ ભીડ રહે છે.

English summary
Congress Worker In Gujarat Sells Pakoda After PM Narendra Modi Calls It A Business, Now Earning Good
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X