For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અનિલ અંબાણી કાગળનું વિમાન પણ નથી બનાવી શકતા: રાહુલ ગાંધી

લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષોએ તેમની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે.

|
Google Oneindia Gujarati News

લોકસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષોએ તેમની વ્યૂહરચના પર કામ કરવાનું શરૂ કર્યું છે. દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ આજે ગુજરાતમાં તેની કાર્યકારી સમિતિને મળશે, આ મીટિંગમાં લોકસભાની ચૂંટણીની તૈયારીની ચર્ચા થશે. કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી, યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધી, મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા, પાર્ટીના મોટા દળો આ બેઠકમાં ભાગ લેશે. 58 વર્ષ પછી ગુજરાતમાં કૉંગ્રેસની બેઠક થઈ રહી છે.

rahul gandhi

Newest First Oldest First
4:52 PM, 12 Mar

અમારી સરકાર આવશે તો જીએસટી સિસ્ટમમાં બદલાબવ કરીશુ: રાહુલ ગાંધી
4:49 PM, 12 Mar

રાહુલ ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, ખેડૂતો અને યુવાનો માટે આ સરકારે કઈ જ નથી કર્યું
4:43 PM, 12 Mar

રાહુલ ગાંધીએ રાફેલ ડીલ અંગે ફરી એકવાર પ્રહાર કર્યા, ચોકીદાર ચોરના નારા લગાવ્યા
4:42 PM, 12 Mar

દેશમાં નફરત ફેલાવવાનું કામ થઇ રહ્યું છે, લોકોને ડરાવવામાં આવી રહ્યા છે: રાહુલ ગાંધી
4:42 PM, 12 Mar

હાર્દિક પટેલ કોંગ્રેસમાં શામિલ થયા, રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
4:41 PM, 12 Mar

દેશનો સૌથી મોટો મુદ્દો બેરોજગારી છે પરંતુ સરકાર તેના પર ચૂપ છે. દેશના યુવાનો રોજગાર માટે ભટકી રહ્યા છે: રાહુલ ગાંધી
4:39 PM, 12 Mar

પીએમ મોદી ખેડૂતોનું દેવું માફ નહીં કરી શકતા, તેઓ ફક્ત ઉદ્યોગપતિઓનું જ દેવું માફ કરે છે: રાહુલ ગાંધી
4:37 PM, 12 Mar

ગાંધીનગરમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર પ્રહાર કર્યા. સંવિધાનિક સંસ્થાઓને બરબાદ કરવાનો આરોપ પણ લગાવ્યો
4:37 PM, 12 Mar

ગાંધીનગરમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે લોકસભા ચૂંટણી 2019 માં કોંગ્રેસની સરકાર બનશે
3:52 PM, 12 Mar

પ્રિયંકા ગાંધી આજે પહેલીવાર અમદાવાદમાં જનસભાને સંબોધન કરશે.
3:50 PM, 12 Mar

કોંગ્રેસે ગુજરાતથી ચૂંટણી પ્રચારનો આરંભ કર્યો, જન સંકલ્પ રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
3:32 PM, 12 Mar

કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પુરી થઇ, થોડા જ સમયમાં રાહુલ ગાંધી જનસભાને સંબોધિત કરશે
2:59 PM, 12 Mar

દેશમાં થયેલા હુમલા પર દેશ એકસાથે છે. દેશ રાષ્ટ્રીય વિષય પર સાથે છે. રોજગાર મામલે નવયુવાનોમાં ગુસ્સો છે: આનંદ શર્મા
2:35 PM, 12 Mar

રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત અને છત્તીસગઢના સીએમ ભૂપેશ બધેલ પણ સંકલ્પ રેલીમાં જોડાયા છે.
2:33 PM, 12 Mar

સોનિયા ગાંધીનો પીએમ મોદી પર પ્રહાર, રાષ્ટ્ર હિતને કિનારે કરીને રાજનીતિ થઇ રહી છે. પીએમ મોદી જાતે પીડિત બનવાની કોશિશ કરે છે, પરંતુ અસલી પીડિત જનતા છે.
1:51 PM, 12 Mar

હાર્દિક પટેલ અમદાવાદ સરદાર પટેલ સ્મારક પહોંચ્યા. અહીં કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક થઇ રહી છે, આજે તેઓ કોંગ્રેસમાં જોડાશે.
1:03 PM, 12 Mar

ગાંધીજીએ ગોરાઓને ભગાડ્યા, અમે ચોરોને ભગાવીશુ
12:56 PM, 12 Mar

કોંગ્રેસ વર્કિંગ કમિટી બેઠક શરુ, ચૂંટણી રણનીતિ પર ચર્ચા
12:15 PM, 12 Mar

સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને મનમોહન સિંહ સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ પહોંચ્યા
11:25 AM, 12 Mar

અમદાવાદના સાબરમતી આશ્રમમાં પ્રાર્થના સભામાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહીત ઘણા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા
11:23 AM, 12 Mar

અમદાવાદના સાબરમતી આશ્રમમાં ઘણા વરિષ્ઠ નેતાઓ ભેગા થયા, આજે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરીયલમાં કોંગ્રેસ કાર્યકારી બેઠક
11:22 AM, 12 Mar

અમદાવાદના સાબરમતી આશ્રમમાં ઘણા વરિષ્ઠ નેતાઓ, રાહુલ-પ્રિયંકા અને સોનિયા ગાંધી પ્રાર્થના મીટિંગ માટે ભેગા થયા
10:43 AM, 12 Mar

પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ આજે કૉંગ્રેસમાં જોડાશે. હાર્દિક પેટેલે તેની પહેલા જ જાહેરાત કરી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ જામનગર લોકસભા બેઠક પરથી હાર્દિક પટેલને ચૂંટણી માટે ઉતારી શકે છે.
10:41 AM, 12 Mar

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેર જનતાને સંબોધિત કરી શકે છે.
10:41 AM, 12 Mar

કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે કહ્યું, "અમે મહાત્મા ગાંધીની 150 મી જયંતીની ઉજવણી કરી રહ્યા છીએ અને સાબરમતી આશ્રમમાં પ્રાર્થના મીટિંગ સાથે ઝુંબેશ શરૂ કરવાનો વધુ સારો રસ્તો શું હોઈ શકે છે."
10:40 AM, 12 Mar

કોંગ્રેસે આ કાર્યક્રમ માટે 12 માર્ચનો દિવસ પસંદ કર્યો છે. 12 માર્ચ ભારતીય ઇતિહાસમાં તે તારીખ છે, જયારે સાબરમતી આશ્રમથી મહાત્મા ગાંધીએ એતિહાસિક દાંડી યાત્રા શરુ કરી હતી

English summary
Congress working committee Gujarat live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X