For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના: 5 રાજ્યોમાં શાળાઓ બંધની જાહેરાત, જાણો ગુજરાતના હાલ

ગુજરાતમાં ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે, રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટ

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે, રાજ્યની શાળાઓમાં બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે, તે જોતા લાગી રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે ત્યારે રાજકોટની શાળામાં 2 દિવસમાં 16 વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત થતાં તંત્ર સહિત વાલીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. પશ્ચિમ અને મધ્ય રાજકોટમાં 7 વર્ષથી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓ કોરોના ભરડામાં આવી ગયા છે. હવે ઘોડા છૂટયા પછી તબેલે તાળા મારવાની સ્થિતિની જેમ શાળા-કોલેજોની વિગતો મેળવવા મનપા તંત્ર કામે લાગ્યું છે.

Corona
/

વડોદરામાં શાળાના વધુ 2 વિદ્યાર્થીઓ અને શિક્ષિકા કોરોનાની ચપેટમાં આવી ગયા છે. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલનો વિદ્યાર્થી, રોયલ સ્કૂલનો ધો. 11નો વિદ્યાર્થી પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. પોલોગ્રાઉન્ડમાં આવેલી શાળાની શિક્ષિકા કોરોનાના ઝપેટામાં આવી જતાં વડોદરા તતંત્ર દોડતું થયું છે. તો નવસારીમાં નવસારીમાં આજે પણ કોરોનાના વધુ 16 કેસ નોંધાયા છે જેમાં 3 શાળાના 9 વિદ્યાર્થીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

મહત્વનું છે વિદ્યાર્થીઓમાં વધી રહેલા સંક્રમણને જોતા વાલીઓ દ્વારા શાળાઓ ફરી ઓનલાઈન શરૂ કરવાની માગ કરવામાં આવી રહી છે. જ્યારે શિક્ષણ મંત્રીએ હાલ શાળાઓ નહીં બંધ કરવાનું સૂચન આપ્યું છે.. અને કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરવા માટે કહેવાયું છે, ત્યારે સવાલ એ થાય છે કે, વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ સંક્રમિત થશે તો તેના માટે જવાબદાર કોણ હશે? ત્રીજી લહેરની સંભવિતતા વચ્ચે બાળકોના આરોગ્ય સાથે આવું જોખમ કેમ લઈ રહ્યું છે શિક્ષણ વિભાગ? શાળાઓ વિદ્યાર્થીઓને ફરજિયાત શાળાએ આવવાની ફરજ પાડે છે તેનુ શું? સરકાર શા માટે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની ચિંતા નથી કરતી? વિદ્યાર્થી સંક્રમિત થાય તે પછી શાળા બંધ કરાવો છો તો હાલની સ્થિતિને ધ્યાને રાખીને ક્યારે નિર્ણય લેશે સરકાર?

English summary
Corona: Announcement of closure of schools in 5 states, know the current state of Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X