ગુજરાતના નાના જિલ્લાઓમાં કોરોના કેસ ઓછા પરંતુ મૃત્યુદરમાં થયો વધારો
કોરોના મૃત્યુદરના આંકડા ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બહુ વધુ મૃત્યુદરનો સંકેત આપે છે. વાંચો ચોંકાવનારી વિગત.
ગુજરાત રાજ્યમાં એપ્રિલ 2021 સુધીમાં કે જ્યારે રાજ્યમાં બીજી લહેરે કહેર વર્તાવવાનુ શરૂ કર્યુ ત્યારથી કોવિડ-19ના કુલ મોતમાંથી 85% કેસ રાજ્યના મુખ્ય ચાર જિલ્લા અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જોવા મળ્યા. આ વધારો એક મહાન તુલનાત્મક અભ્યાસ સાબિત થયો કારણકે પહેલા 5000 કેસોમાં આ ચાર જિલ્લાઓની ભાગીદારી ઘટીને 55% થઈ ગઈ હતી.

નાના જિલ્લાઓમાં ઓછા કેસ હોવા છતાં મૃત્યુદરમાં વધારો
શહેરના એક મહામારી વિશેષજ્ઞએ જણાવ્યુ કે, 'આ આંકડા ગુજરાતના અન્ય જિલ્લાઓમાં બહુ વધુ મૃત્યુદરનો સંકેત આપે છે. છેલ્લા 5000 કેસોમાં 1.1%ના સરેરાશ મૃત્યુદરના મુકાબલે સુરેન્દ્રનગરમાં મૃત્યુદર 2.8%, ડાંગ અને દેવભૂમિ દ્વારકામાં 2.6%, બોટાદ અને સાબરકાંઠામાં 2.5% અને મોરબીમાં 2.4% નોંધવામાં આવ્યો. વધુ કેસોના કારણે શહેરોમાં કોવિડ-19 મોત મોટાભાગે વધુ રહ્યા જ્યારે નાના જિલ્લાઓમાં ઓછા કેસ હોવા છતાં મૃત્યુદરમાં વધારો થયો.'

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે મહિનામાં થયા વધુ મોત
વિશેષજ્ઞોએ મૃત્યુદરના વિષમ ભૌગોલિક વિતરણ તરફ પણ ઈશારો કર્યો. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે મહિનાઓમાં અપેક્ષાકૃત વધુ મોત થયા છે. ઉદાહરણ તરીકે પહેલા 5000 મોતમાં સુરેન્દ્રનગરમાં પહેલી લહેરમાં 16 મોત જ્યારે બીજી લહેરમાં 120 મોત નોંધવામાં આવ્યા. જૂનાગઢમાં પહેલી લહેરમાં 37 મોત જ્યારે બીજી લહેરમાં 228 મોત નોંધવામાં આવ્યા. અમદાવાદમાં પહેલી લહેરમાં 2542 મોત થયા હતા જ્યારે બીજી લહેરમાં 841 મોત નોંધવામાં આવ્યા. સુરતમાં પહેલી લહેરમાં 1218 મોત જ્યારે બીજી લહેરમાં 723 મોત નોંધવામાં આવ્યા.

ભૌગોલિક વિષમતા પર પણ વિચાર કરવો જોઈએ
શહેરમાં એક ક્રિટિકલ કેર વિશેષજ્ઞએ કહ્યુ કે, 'સંખ્યાઓને એક સંકેત રૂપે જોવી જોઈએ. વાસ્તવિક મૃત્યુ દર એ તથ્યના કારણે વધુ હોઈ શકે છે કે જ્યારે દર્દી પૉઝિટીવ આવે તો કોવિડ પછીની અસરથી થતા મોતની સરખામણીમાં હ્રદયરોગથી લઈને બ્લડ ક્લોટિંગ અને ફેફસાની તકલીફો સુધીના મોત અપેક્ષાકૃત ઓછા હોય છે. મોતના કારણોનો અભ્યાસ થવો જોઈએ અને ત્રીજી લહેરની તૈયારી અને મૃત્યુદરને ઘટાડવા માટે ભૌગોલિક વિષમતા પર પણ વિચાર કરવો જોઈએ.'












Click it and Unblock the Notifications
