For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Corona Vaccine : ગુજરાતમાં 15,467 ગામોમાં સો ટકા લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો, આ રહ્યાં તમામ આંકડા!

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે ગુજરાતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યારે હવે ગુજરાતે એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યના આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે વિગતો આપતાં જણાવ્યું છે કે ર૯ ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં તમામ વયજૂથોના ૪ કરોડ ૪૬ લાખ ૪૯ હજાર લાભાર્થીઓને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવાયો છે.

corona vaccine

આ ઉપરાંક ર કરોડ પ૪ લાખ પ૬ હજાર ૩૮ર લાભાર્થીઓને વેક્સિનનો બીજો ડોઝ પણ અપાઇ ગયો છે. રાજ્યમાં કુલ ૭ કરોડ ૧ લાખથી વધુ વેક્સિન ડોઝ અપાયા છે. રાજ્યભરના ૧પ,૪૬૭ ગામડાઓ, પ૦૩ પ્રાથિમક આરોગ્ય કેન્દ્રો, ૩૧ શહેરી આરોગ્ય કેન્દ્રો તથા ૬૭ તાલુકાઓમાં ૧૮ વર્ષથી ઉપરની વયના પાત્રતા ધરાવતા તમામ વ્યક્તિઓને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે.

અહીં ઉલ્લેખનિય છે કે, સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી કોવિડ વેક્સિનેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. ગુજરાતે દેશભરમાં ફણ રાજ્યમાં ફ્રન્ટ લાઇન વકર્સને વેક્સિનેશન અન્વયે આવરી લેવાની શરૂઆત કરી હતી. ઉલ્લેખનિય છે કે ભારતમાં વેક્સિનેશનનો આંકડો 100 કરોડને પાર પહોંચી ગયો છે. બીજી તરફ હવે કેરળ જેવા એક-બે રાજ્યને બાદ કરતા કોરોનાના કેસ નહીવત્ત છે.

જો કે આ તમામ બાબતો વચ્ચે નિષ્ણાતો સમયે સમયે કોરોનાની ત્રીજી લહેરની ચેતવણી આપતા રહ્યાં છે. હવે જોવાનું એ રહે છે કે કોરોનાની ત્રીજી લહેર આવે છે કે કેમ? જો લહેર આવશે તો હજુ પણ સ્થિતી ખરાબ થઈ શકે છે.

English summary
Corona Vaccine: 100% vaccination in 15,467 villages in Gujarat, here are all the statistics!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X