For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: રાજકોટમાં વધુ 3 પોઝિટિવ, ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 47 થઈ

Coronavirus: રાજકોટમાં વધુ 3 પોઝિટિવ, ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 47 થઈ

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ લૉકડાઉન છતાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા મામલા સામે આવી રહ્યા છે, રાજકોટમાં ગતરોજ નવા ત્રણ મામલા સામે આવ્યા છે જે બાદ ગુજરાતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા 47 થઈ ગઈ છે. ગુજરાત પોલીસના સસ્પેન્ડ થયેલા જવાનો અને અધિકારીઓને નોકરી પર બોલાવવામાં આવશે. લૉકડાઉનનું સખ્તાઈી પાલન કરવા માટે ડ્રોનની પણ મદદ લેવામાં આવશે.

વધુ 3 કેસ પોઝિટિવ

વધુ 3 કેસ પોઝિટિવ

ગુજરાતમાં કોરોના સામેની જંગ માટે સરકારે ચાર કોવિડ હોસ્પિટલ તૈયાર કરી છે. સ્વાસ્થ્ય વિભાગના પ્રધાન ડૉ જંતિ રવિએ જણાવ્યું કે સુરત મહાનગર પાલિકાએ હોમ ક્વારંટાઈન કરાયેલા દર્દીઓ પર નજર રાખવા માટે મોબાઈલ એપ તૈયાર કરી છે. દેખરેખમાં રખાયેલ લોકોના મોબાઈલમાં આ એપ ડાઉનલૉડ કરી એપ પર તેમની સેલ્ફી મોકલી આપવામાં આશે, જે બાદ તે વ્યક્તિની હલચલ પર જીપીએસ મેપિંગ દ્વારા નજર રાખી શકાશે. ુરત બાદ અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં પણ આ એપ કાર્યરત કરવામાં આવશે.

Recommended Video

28 માર્ચ, કોવિડ 19ઃ રાજકોટમાં કોરોનાના નવા 3 પોઝિટિવ નોંધાયા
ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 47 થઈ

ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યા 47 થઈ

ડૉ જયંતિ રવિએ જણાવ્યું કે શુક્રવારે રાજકોટમાં ત્રણ નવા મામલા સામે આવ્યા. એક યુવક ચીનથી પરત ફરીને આવ્યો જ્યારે અન્ય બે મહિલાઓ પણ સંક્રમિત છે. જે બાદ રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 47 થઈ ગઈ છે. અમદાવાદમાં 15, વડોદરામાં 8, સુરત અને ગાંધીનગરમાં 7-7, રાજકોટમાં આઠ અને કચ્છમાં તથા ભાવનગરમાં 1-1 કેસ સામે આવ્યા છે.

દાન આપવા દાતા આગળ આવ્યા

દાન આપવા દાતા આગળ આવ્યા

મુખ્યમંત્રીના સચિવ અશ્વિન કુમારે જણાવ્યું કે ગુજરાતથી બહાર ફસાયેલા લોકો 1070 નંબર પર સંપર્ક કરે તથા રાજ્યથી કોઈપણ શ્રમિક તથા કામદાર પોતાના ગામ કે શહેર જવા માટે પગપાળા ના નિકળે. સરકારે એક મહિના સુધી ઑફલાઈન રાશન વિતરણનું એલાન કર્યું છે. સરકાર રાજ્યના 60 લાખ પરિવારોને મફતમાં રાશન ઉપલબ્ધ કરાવશે. શ્રમિક તથા અન્ય લોકો રહેવા-ખાવાની વ્યવસ્થા માટે 1077 હેલ્પલાઈન પર ફોન કરી મદદ માંગી શકે છે. તેમણે જણાવ્યું કે આ મહામારીથી લડવા માટે અંબાજી ટ્ર્સ્ટે 1.1 કરોડ, સોમનાથ ટ્રસ્ટે 1 કરોડ, કુંડલધામ સ્વામીનારાયણ મંદિરે 25 લાખ, સરદારધામ ટ્રસ્ટે 21 લાખ, ખોડલધામ ટ્રસ્ટે 21 લાખ તથા પૂર્વ સીએમ કેશુભાઈ પટેલેના એક લાખ સહિત સાડા ત્રણ હજાર લોકોએ મુખ્યમંત્રી ભંડોળમાં દાન આપ્યું છે.

ડ્રોનથી નજર રખાઈ રહી છે

ડ્રોનથી નજર રખાઈ રહી છે

ડીજીપી શિવાનંદ ઝાએ ડ્રોનથી નજર રાખી લૉકડાઉનનું સખ્તાઈથી પાલન કરાવવા માટે સસ્પેન્ડ જવાનોને ફરજ પર બોલાવવાનો ફેસલો લીધો છે. પોલીસે 18000 લોકોને રાજ્યમાં આવવાથી રોક્યા છે, જ્યારે 343 પર આચાર સંહિતા તથા 272 પર ક્વારન્ટાઈન ભંગના મામલા નોંધાયેલા છે.

આ દરમિયાન ગુજરાતમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને કોરોના વાયરસથી લડવા માટે 21 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહત ભંડોળ અને 21 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ભંડોળમાં દાન આપ્યા છે.

દેશમાં 24 કલાકની અંદર 149 નવા કેસ આવ્યા સામે, દેશમાં કુલ 873 કેસદેશમાં 24 કલાકની અંદર 149 નવા કેસ આવ્યા સામે, દેશમાં કુલ 873 કેસ

English summary
Coronavirus: 3 more tested positive in rajkot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X