For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસઃ ગુજરાતમાં ઉંચા મૃત્યુ દરનું ચીનના વુહાન સાથે કનેક્શન

કોરોના વાયરસઃ ગુજરાતમાં ઉંચા મૃત્યુ દરનું ચીનના વુહાન સાથે કનેક્શન

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરઃ દુનિયા આખી કોરોના સામે લડાઈ લડી રહી છે. ભારમતાં પણ કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. કોરોના વાયરસે ભારતના જે રાજ્યોમાં સૌતી વધુ કહેર મચાવ્યો છે તેમાં ગુજરાત પણ સામેલ છે. ગુજરાતમાં હજી સુધી 133 લોકોના મોત થઈ ચૂક્યાં છે. વિશેષજ્ઞો અને ડૉક્ટર્સ મુજબ રાજ્યોમાં મોતના વધતા આંકડાના કારણે કોરોના વાયરસનું એલ સ્ટ્રેન થઈ શકે છે. ગુજરાતના સીએમ વિજય રૂપાણી અને ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની હાજરીમાં શનિવારે ડૉક્ટર અતુલ પટેલે મીડિયાને આ વાતની જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં મોતના વધતા આંકડાના કારણે ચીનના વુહાનનું ઓરિજનલ સ્ટ્રેન થઈ શકે છે, જ્યારે કેરળમાં મૃત્યુ દર ઓછો હાવની પાછળ ત્યાં એસ સ્ટેરનની હાજર મહત્વનું કારણ હોય શકે છે.

L સ્ટ્રેન અને S સ્ટ્રેન શું હોય છે?

L સ્ટ્રેન અને S સ્ટ્રેન શું હોય છે?

ડૉક્ટર અતુલ પટેલે મીડિયાને જણાવ્યું કે કોરોના વાયરસના બે અલગ અલગ સ્ટ્રેન છે. જેમાં એક L સ્ટ્રેન છે જ્યારે બીજો S સ્ટ્રેન છે. જેમાંતી એલ સ્ટ્રેન ચીનના વુહાનનો ઓરિજનલ સ્ટ્રેન છે. આ વાયરસની અસર બહુ ઘાતક છે. એલ સ્ટ્રેનને કારણે મોત પણ જલદી થાય છે. વુહાન બાદ એલ સ્ટ્રેનના મ્યુટેશનથી એસ સ્ટ્રેન બન્યો. આ અપેક્ષાકૃત ઓછો ઘાતક છે. ડૉક્ટર અતુલે જણાવ્યું, હું કેરળ સરકારના ચિકિત્સા સલાહકાર સાથે વાત કરી રહ્યો હતો, જેમણે કહ્યુ્ં કે મોટાભાગના દર્દીઓ દુબઈથી આવ્યા હતા. ત્યાં હળવો એસ સ્ટ્રેન છે. માટે કેરળમાં કોરોનાનો પ્રબાવ ઘણો ઓછો થઈ ગયો છે. જ્યારે ગુજરાતમાં અમેરિકા અને યૂરોપીય દેશોથી આવનારાની સંખ્યા વધુ રહી, જ્યાં એલ સ્ટ્રેન કોમન છે. માટે ગુજરાતમાં એલ સ્ટ્રેનનો પ્રભાવ હોવાની આશંકા છે. જે કારણે મોતનો આંકડો પણ વધુ છે.

ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ સ્ટ્રેન મળ્યા

ભારતમાં અત્યાર સુધીમાં ત્રણ સ્ટ્રેન મળ્યા

ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના ત્રણ સ્ટ્રેન મળ્યા છે. જેમાં ચીન, અમેરિકા અને યૂરોપના સ્ટ્રેન સામેલ છે. ICMR મુજબ આ ત્રણેયમાં બહુ ઓછું અંતર છે. સારી વાત એ ચે કે આ વાયરસ જલદી જ મ્યૂટેટ નથી કરતો. ડૉક્ટર અતુલ પટેલે ગુજરાતમાં કોરોનાથી મોતની વધુ સંખ્યા પાછળ ડાયાબિટિજ અને હાઈપરટેંશન જેવી બીમારીઓ હોવાનુ પણ એક કારણ જણાવ્યું. પલ્મોનોનલોજિસ્ટ પાર્થિવ મહેતાનું કહેવું છે કે 6થી 24 કલાકમાં થયેલ મોત મામલે લક્ષણો પ્રત્યે મોડું રિએક્શન પણ એક કારણ હોય શકે છે.

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે

ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે

જણાવી દઈએ કે આખી દુનિયા હાલ કોરોના વાયરસ મહામારી સામે લડી રહી છે. કોરોનાના મામલા દુનિયાભરમાં સતત વધી રહ્યા છે. અત્યાર સુધી દુનિયાભરમાં 28 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 1 લાખ 97 હજારથી વધુ લોકોના જીવ ચાલ્યા ગયા છે. ભારતમાં પણ કોરોના વાયરસનો પ્રકોપ વધતો જ જઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ ભારતમાં કોરોના વાયરસ પોઝિટિવ મામલાની સંખ્યા 26496 થઈ ગઈ છે અને 824 લોકોના મોત થયાં છે.

કોરોના વાયરસનો કહેર, વિશ્વમાં 2 લાખથી વધુના મોત, માત્ર 16 દિવસમાં બમણો થયો આંકડોકોરોના વાયરસનો કહેર, વિશ્વમાં 2 લાખથી વધુના મોત, માત્ર 16 દિવસમાં બમણો થયો આંકડો

English summary
coronavirus L strain could be behind Gujarat high death rate
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X