રમકડાંની બંદૂક લઈ જ્વેલરી શોરૂમ લૂંટવા પહોંચ્યા પતિ-પત્ની, થયા એવા હાલ કે...
રમકડાંની બંદૂક લઈ જ્વેલરી શોરૂમ લૂંટવા પહોંચ્યા પતિ-પત્ની, થયા એવા હાલ કે...
કોરોના મહામારીના સમયમાં વેપાર ઠપ થયા બાદ પતિ-પત્નીના દિમાગમાં એવી કુવિચારે જન્મ લીધો. બંનેએ સાઉથની ફિલ્મી જોયા બાદ ફિલ્મી સ્ટાઈલમાં જ્વેલર્સની દુકાન લૂંટવાનો પ્લાન બનાવી લીધો. આ દુકાન લૂંટવા માટે બંનેએ રમકડાની બંદૂકની વ્યવસ્થા પણ કરી લીધી. બધું જ પ્લાન મુજબ થઈ રહ્યું હતું, પરંતુ જ્યારે તે બંને ઘટનાને અંજામ આપવા દુકાને પહોંચ્યા ત્યારે તેમના પ્લાન પર પાણી ફરી ગયું.

કૃષ્ણનગરની ઘટના
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ કરતા પતિ-પત્ની પકડાઈ ગયા બાદ જણાવ્યું કે કોરોનાના કારણે બંનેની નોકરી ચાલી ગઈ હતી. ઘરની આર્થિક હાલત બહુ ખરાબ થઈ ચૂકી છે. શું કરવું કંઈ સમજમાં નહોતું આવી રહ્યું, ત્યારે સાઉથની એક ફિલ્મ જોયા બાદ લૂંટ ચલાવવાનો પ્લાન બનાવ્યો.

લૂંટવાનો પ્લાન બનાવ્યો
બંને લોકો બપોરના સમયે જ્વેલર્સની દુકાન પર લૂંટ ચલાવવા માટે પહોંચ્યા. પત્નીના હાથમાં હથોડો હતો, જ્યારે પતિ પાસે રમકડાની ગન હતી. જ્વેલર્સને ત્યાં પ્રવેશ કરતાં જ બંનેએ સ્ટાફને ધમકાવવા શરૂ કરી દીધા. ધોરા દિવસે આવા પ્રકારની ઘટનાથી જ્વેલર્સનો સ્ટાફ દહેશતમાં આવી ગયો.

ધમકાવ્યા
જો કે આખા સ્ટાફે બહાદુરીનો પરિચય આપતાં લૂટનો વિરોધ કર્યો, ત્યારે દંપતિનો રાજ ખુલી ગયો. જે બાદ તે બંને માફી માંગવા લાગ્યા. બીજી તરફ લૂંટના પ્રયાસની સૂચના પર પોલીસ જ્વેલર્સની દુકાને પહોંચી ગઈ. પોલીસે પતિ-પત્નીને કસ્ટડીમાં લઈ લીધા.

પ્લાન ઉંધો પડ્યો
પોલીસે પતિનું નામ ભરત ગોયલ અને પત્નીનું નામ યોગિતા જણાવ્યું છે. પોલીસે જણાવ્યું કે ભરત ગોયલ સિલાઈનું કામ કરતો હતો, પરંતુ કોરોના મહામારીના સમયમાં વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. હાલાત એવા થઈ ગયા કે ઘર ચલાવવા સુદ્ધાંના પૈસા નહોતા.

કરગવા લાગ્યા
આ દરમિયાન તેમણે ટીવી પર એક સાઉથની ફિલ્મ જોઈ, જેનાથી તેમને લૂંટ કરવાનો આ આઈડિયા મળ્યો. જેના માટે તેમણે પૂરું પ્લાનિંગ કર્યું. બજારમાંથી બાળકોને રમવાની એક પિસ્તોલ અને હથોડો ખરીદ્યો.

મજબૂરીમાં કર્યું
જો કે પકડાઈ ગયા બાદ બંનેએ પોતાની મજબૂરી જમાવતાં ખુદને છોડી દેવાની આજીજી કરવા લાગ્યા. દંપતિએ જણાવ્યું મજબૂરી ન હોત તો આવું ક્યારેય ન કરત.

કાર્યવાહી થશે
આ મામલે પોલીસનું કહેવું છે કે ઘટનાના સીસીટીવી ફુટેજ પોલીસે મેળવી લીધા છે. પતિ-પત્ની સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
