For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સારા સમાચારઃ ગુજરાતને રૂ. 56.20ના ભાવે મળશે સીએનજી

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, ગુજરાતના સીએનજી વપરાશકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવેથી ગુજરાતને સસ્તો સીએનજી મળશે. સીએનજીનો નવો ભાવ રૂ. 56.20 રૂપિયા કરવામાં આવ્યો છે. જે આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સીએનજી મોંઘો મળતો હોવાની વાતો ઉઠી હતી અને તેને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી હતી અને ગુજરાતને પણ મુંબઇ અને દિલ્હીના ભાવે સીએનજી આપવામાં આવે તેમ જણાવ્યું હતું. સુરતના અમરોલીમાં લોજ ચલાવી રહેલી એક મહિલાને હેરાન કરવા બદલ કોર્ટે અમરોલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઇને નોટિસ ફટકારી છે. તેમજ બન્નેને 30 ડિસેમ્બર સુદી કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

રૂ. 56.20ના ભાવે મળશે સીએનજી ગેસ

રૂ. 56.20ના ભાવે મળશે સીએનજી ગેસ

ગુજરાતના સીએનજી વપરાશકારો માટે એક સારા સમાચાર આવ્યા છે. હવેથી ગુજરાતને સસ્તો સીએનજી મળશે. સીએનજીનો નવો ભાવ રૂ. 56.20 રૂપિયા કરવામાં આવ્યો છે. જે આજે રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં સીએનજી મોંઘો મળતો હોવાની વાતો ઉઠી હતી અને તેને લઇને સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ પાઠવી હતી અને ગુજરાતને પણ મુંબઇ અને દિલ્હીના ભાવે સીએનજી આપવામાં આવે તેમ જણાવ્યું હતું.

અમદાવાદઃ ગેસ સિલિન્ડર ફાટતા બેને ઇજા

અમદાવાદઃ ગેસ સિલિન્ડર ફાટતા બેને ઇજા

અમદાવાદના ઓઢવ-નિકોલ રોડ સ્થિત ટોરેન્ટ પાવરની આફિસ નજીક ગોકુલ એપાર્ટમેન્ટના એક મકાનમાં ગેસ સિલિન્ડર ફાટતાં બે વ્યક્તિઓને ઇજા થઇ છે. બનાવ અંગે મળતી માહિતી અનુસાર બુધવારે બપોરે ચાર વાગ્યે ગેસ સિલિન્ડરમાં કોઇ કારણસર આગ લાગી હતી અને સિલિન્ડર ફાટ્યો હતો. જેમાં એક મહિલા અને પુરુષને ઇજા થઇ હતી. જેમને નિકોલની સરદાર પટેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરતમાં ફેરિયાઓની આત્મવિલોપની ચિમકીથી દોડતી થઇ પોલીસ

સુરતમાં ફેરિયાઓની આત્મવિલોપની ચિમકીથી દોડતી થઇ પોલીસ

સુરતના ચૌટાબજારમાં દબાણ હટાવવામાં આવ્યા બાદ ફેરિયાઓમાંથ પાંચ વ્યક્તિઓ દ્વારા આત્મવિલોપનની ચિમકી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેને લઇને ચૌટા બજારમાં પોલીસ બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો, પરંતુ આ ચિમકી બોગસ નિકળી હતી. પોલીસ અને પાલિકાના સ્ટાફે આખો દિવસ ત્યાં બંદોબસ્ત રાખ્યો હતો પણ કોઇ વિરોધ કરવા પણ આવ્યું નહોતુ. જેથી તંત્રએ રાહતનો દમ લીધો હતો.

સુરતઃ કોન્સ્ટેબલની મહિલા સમક્ષ અભદ્ર માગણી

સુરતઃ કોન્સ્ટેબલની મહિલા સમક્ષ અભદ્ર માગણી

સુરતના અમરોલીમાં લોજ ચલાવી રહેલી એક મહિલાને હેરાન કરવા બદલ કોર્ટે અમરોલી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઇને નોટિસ ફટકારી છે. તેમજ બન્નેને 30 ડિસેમ્બર સુદી કોર્ટ સમક્ષ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. બનાવ અંગે જાણવા મળેલી વિગત અનુસાર પોલીસ કોન્સ્ટેબલ મહિલાની લોજ પાસે ચક્કર લગાવતો હતો અને કહેતો હતો કે જો તુ ના આવી શકે તો કોઇ ગુજરાતી ભાભીને મોકલ. કોન્સ્ટેબલ દ્વારા આ પ્રકારની માગણીઓ કરવામાં આવતા મહિલાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટ દ્વારા પીઆઇ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ નોટિસ કાઢતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ

અમદાવાદઃ કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ

ગુજરાત ભરમા આકર્ષણનું કેન્દ્ર બનેલા કાંકરિયા કાર્નિવલ 2013ને હજારો મેદનીની વચ્ચે રાજ્યના શહેરી વિકાસ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે 100થી વધુ બાળ કલાકારો દ્વારા ધાર્મિક-સામાજિક ઉત્સવોએ પ્રદર્શિત કરતુ મેગા ઓડિયો વિઝ્યુઅલ નિદર્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત કાર્નિવલ પરિસરના વિવિધ સ્ટેજ પરથી મ્યુઝીકલ પાર્ટીઓ ગીત-સંગીતના સૂર છેડવામાં આવ્યા હતા.

નલિયા ઠંડુગાર, રાજ્યમાં શીત લહેર યથાવત

નલિયા ઠંડુગાર, રાજ્યમાં શીત લહેર યથાવત

રાજ્યમાં શીત લહેર યથાવત છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો ઠંડીથી પ્રભાવિત થયા છે. જો કે, છેલ્લા બે દિવસથી ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ ઠંડીની વાત કરવામાં આવે તો નલિયામાં 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. નલિયાને બાદ કરતા રાજ્યના અન્ય શહેરોમાં તાપમાન ડબલ ડિજિટમાં નોંધાયું હતું.

English summary
court sent notice to PI and constable for harassed women. here top new of gujarat in photos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X