ભૂપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે કરી મુલાકાત, મુખ્યમંત્રી બન્યા બાદ પહેલી દિલ્હી મુલાકાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં જીત બાદ તેમની પહેલી મુલાકાત છે. ગુજરાત વિધાનસભાના સત્ર બાદ આજ સવારે દિલ્હી પહોચ્યા હતા.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિશ્રી સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ સાથે પ્રથમ શુભેચ્છા મુલાકાત દિલ્હી ખાતે કરી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના એક દિવસિય દિલ્હી પ્રવાસ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની આ શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભુપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.












Click it and Unblock the Notifications
