For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતમાં 1 દિવસમાં 176 નવા દર્દી, અત્યાર સુધી 48 મોત, સંક્રમિતની સંખ્યા 1200ને પાર

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1200ને પાર જતી રહી છે. અહીં 176 નવા દર્દી સામે આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 1200ને પાર જતી રહી છે. અહીં 176 નવા દર્દી સામે આવ્યા છે. એક જ દિવસમાં 7 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે મૃતકોની સંખ્યા વધીને 48 થઈ ગઈ છે. અહીં અમદાવાદ શહેર હાઈ રિસ્ક ઝોનમાં છે. એકલા આ શહેરમાં 765 કેસ નોંધાયા છે જ્યારે 25 લોકો કોરોનાનો કોળિયો બની ચૂક્યા છે.

રાજ્યમાં વધીને 1272 થયા કેસ

રાજ્યમાં વધીને 1272 થયા કેસ

શનિવારે રાજ્યમાં કોરોનાના કેસ વધીને 1272 સુધી પહોંચી ગયા છે. એક જ દિવસમાં અમદાવાદમાં 143, વડોદરા અને સુરતમાં 13-13 નવા કેસ સામે આવ્યા છે. વળી, ભાવનગર 2, રાજકોટ 2, આણંદ 1, ભરૂચ 1 અને પંચમહાલમાં પણ 1 નવો કેસ આવ્યો છે. ગઈ કાલે અમદાવાદમાં કોરોનાથી 4 લોકોના જીવ ગયા. જ્યારે એક-એક વ્યક્તિનુ મોત સુરત, અરવલ્લી અને વડોદરામાં થયુ. આખા દેશમાં અત્યાર સુધી 497 લોકોના મોત થઈ ચૂક્યા છે.

આ જિલ્લાઓમાં નથી પહોંચ્યો કોરોના

આ જિલ્લાઓમાં નથી પહોંચ્યો કોરોના

વળી, હજુ સુરેન્દ્રનગર, જૂનાગઢ, અમરેલી તેમજ દેવભૂમિ દ્વારા એવા જિલ્લાઓ છે કે જે કોરોના વાયરસથી બચી ગયા છે. થોડા દિવસ પહેલા સુધી રાજ્યમાં આવા જિલ્લાઓની સંખ્યા એક ડઝન હતી પરંતુ બાદમાં જેમ જેમ સંક્રમિત લોકો આ વિસ્તારોમાં ક્યાંક પહોંચ્યા નવા દર્દી આવતા ગયા. હાલમાં એક ડઝનથી વધુ જિલ્લાઓમાં કોરોના દર્દી મળી આવ્યા છે.

ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દર્દી તેમજ મોત

ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલા દર્દી તેમજ મોત

અમદાવાદ - 765(25 મોત), વડોદરા - 152(7 મોત), રાજકોટ - 31, ગાંધીનગર - 17(1 મોત), સુરત - 156(6 મોત), ભાવનગર - 28(3 મોત), પોરબંદર - 3, ગીર સોમનાથ - 2, મહેસાણા - 4, કચ્છ - 4(1 મોત), પંચમહાલ - 8(1 મોત), પાટણ - 15(1 મોત), છોટા ઉદેપુર - 6, જામનગર - 1(1 મોત), મોરબી - 1, આણંદ - 27, સાબરકાંઠા - 1, દાહોદ - 3, ભરૂચ - 22, બનાસકાંઠા - 9, બોટાદ - 4(1 મોત), ખેડા - 3, નર્મદા - 11, અરવલ્લી - 1(1 મોત), મહીસાગર - 1.

આ પણ વાંચોઃ 20 એપ્રિલથી દેશની 45% અર્થવ્યવસ્થામાં શરૂ થઈ જશે કામ, ગ્રામીણ ક્ષેત્રો પર વધુ ધ્યાનઆ પણ વાંચોઃ 20 એપ્રિલથી દેશની 45% અર્થવ્યવસ્થામાં શરૂ થઈ જશે કામ, ગ્રામીણ ક્ષેત્રો પર વધુ ધ્યાન

English summary
COVID-19: 176 new patients in 1 day in Gujarat, 48 deaths so far, numbers of the total cases cross 1200
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X