• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આણંદના ઉમેદવાર ગુલબસિંહ પઢીયારે સી.આર પાટીલની ઉસ્થિતિમાં ઉમેદવારી નોધાવી

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આણંદના ઉમેદવરા ગુલાબસિંહ પઢીયારના નામાંકનમાં ભાજપ પર્દશે અધ્યક્ષ સી.આર પાટીલ ખાસ ઉસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કોગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દીક પ્રહાર કર્યાહતા.

સી. આર. પાટીલ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેદવારના નામાંકન સમયે ઉપસ્થિત ઘુઘવતા દરિયા સમાન આ માનવમેદની જોઇ અમને પસ્તાવો થાય છે કે, જાહેર કરેલ ઉમેદવારને અમે પહેલાંથી જાહેર કર્યા હોત તો સારૂ હતું અમારે અહીં આવવાની જરૂર જ ન પડત. આપણે સૌ મોદી સાહેબનો પડ્યો બોલ ઝીલી લઇએ છીએ પરંતુ આ વખતે આપણે વિરોધ પક્ષોના ડરને સાચા અર્થમાં સાબિત કરી તેમની ડિપોઝીટો આંચકી લેવાનું શુભ કામ આપણે સૌ એ ભેગા મળી કરવાનું છે.

આંકલાવમાં ૩૭૦૦૦ પેજ સમિતી કાર્યરત છે ત્યારે આંકલાંવ નું કુલ મતદાન કરતાં ૫૦ ટકા મતદાન તો આપણા કાર્યકરના જ છે બાકીનું મતદાન તમે જાતે જ લોક સંપર્ક કરી કરાવવાના જ છો એટલે ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ૭૫૦૦૦ હજાર જેટલી જંગી લીડથી જીતવાનો છે. રીઝલ્ટના દિવસે ટી. વી. ડિબેટમાં આંકલાંવની સીટ હોટ ફેવરીટ રહેવાની છે. ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ૮મી ડિસેમ્બરે જીતે એટલે ભ્રષ્ટાચાર અને વિરોધીઓની ગુલામીથી તમે સૌ આઝાદ થવાના છો.

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વિરોધીઓને આજે ઉમેદવાર ગોત્યો જડતો નથી અને જે ઉમેદવાર મળે છે તે ખોખલો મળે છે. આજે ગુજરાતમાં મફતની રેવડી આપનારાઓ દિલ્હીથી આવ્યાં છે, પરંતુ ગુજરાતનો બાળક પણ મફતનું લેવાનું વિચારતો નથી ત્યારે યુવા વર્ગ, મહિલા વર્ગ કે વડિલ વર્ગ મફતનું લેવાનું વિચારે જ નહીં. રાજ્યમાં પગપેસારો કરી સરકાર બનાવવાના સ્વપના જોતા આવા મફતીયાઓની ડિપોઝીટો ગુજરાતની જનતા આંચકી લેવાની છે. ગુજરાતની જનતાએ મોદી સાહેબની મુખ્યમંત્રી તરીકેની કામગીરીથી થયેલ વિકાસને જોયો છે અને તે જ વિકાસના મોડેલને દેશમાં પ્રસ્થાપિત કરી વડાપ્રધાન તરીકે દેશને વિશ્વફકલ ઉપર પ્રસ્થાપિત કરી દીધો છે. આજે વિશ્વના અને દેશના મોટા મોટા ઉદ્યોગપતિઓ ગુજરાતનું ઉદ્યોગ ક્ષેત્રે અનુકુળ વાતાવરણ જોઇ મૂડી રોકાણ કરવા ઉત્સુક છે.

રાજ્યમાં આવા મોટા મોટા ઉદ્યોગો આવવાના કારણે વિપુલ પ્રમાણમાં રોજગારીનું સર્જન થઇ રહ્યું છે. કોંગ્રેસના લોકો કામ બોલે છે ના શ્લોગન સાથે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે પરંતુ રાજ્યમાં કામ બોલતું નથી પરંતુ ભ્રષ્ટાચાર બોલે છે તે ગુજરાતની જનતા જાણે છે અને એટલાં માટે જ ૨૦૧૭ની ચૂંટણીમાં આપેલ સીટો કરતાં પણ દેશમાં સૌથી ઓછી સીટો આપી સૌથી વધુ સીટો, સૌથી વધુ લીડ અને કૌભાંડો આચારનારી કોંગ્રેસને સૌથી ઓછી સીટો એમ ત્રિપલ રેકોર્ડ બનાવવાનું કામ આપણે સૌ એ ભેગા મળી કરવાનું છે. ૮મી ડિસેસમ્બરે ગુલાબસિંહ પઢીયારના વિજયી સરઘસમાં જોડાવા માટે કાર્યકરોને સી. આર. પાટીલ સાહેબે અપીલ કરી હતી.

English summary
CR Patil attacked Congress and AAP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X