For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પૂર આવવાથી વડોદરા શહેરમાં મગરો જોવા મળ્યા, અત્યાર સુધીમાં 25 પકડાયા

ગુજરાતમાં 31 જુલાઈથી ભારે વરસાદના કારણે વડોદરા શહેર ડૂબી ગયું હતું. અહીં વિશ્વામિત્રી નદી છલકાઇ હતી અને વસ્તીવાળા વિસ્તારોમાં પાણી જ પાણી દેખાવા લાગ્યા હતા.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં 31 જુલાઈથી ભારે વરસાદના કારણે વડોદરા શહેર ડૂબી ગયું હતું. અહીં વિશ્વામિત્રી નદી છલકાઇ હતી અને વસ્તીવાળા વિસ્તારોમાં પાણી જ પાણી દેખાવા લાગ્યા હતા. મગરો પણ આ જ પાણીમાં વિશ્વામિત્રી નદીમાંથી વસ્તીવાળા વિસ્તારમાં ઘૂસી આવ્યા હતા. અડધાથી વધુ શહેર પાણીની ચપેટમાં હતું અને ઘણી જગ્યાઓ પર છતો સુધી ભરાઈ ગયું હતું. ગળા સુધીની મુસીબતના આ વાતાવરણમાં, તેનાથી મોટી આફત લોકો માટે મગર બની ગયા. મનુષ્ય અને પાલતુ પ્રાણી પર હુમલો કરતા મગરોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આપત્તિ રાહત અને બચાવ ટીમોનું કહેવું છે કે અત્યાર સુધી 25 મગરો પકડાયા છે.

લોકો તેમના ઘરની બહાર નીકળવામાં ડરી રહ્યા છે

લોકો તેમના ઘરની બહાર નીકળવામાં ડરી રહ્યા છે

શહેરમાં મગરને જોતા લોકોના મનમાં ભય એટલો વધી ગયો છે કે તેઓ ઘરની બહાર નીકળવામાં પણ ડરી રહ્યા છે. લોકોએ આ ઘટનાઓથી ઉભરવા માટે મનોચિકિત્સકની સલાહ લેવી પડી રહી છે. તબીબ રાકેશ જાડેજાએ કહ્યું કે આવી ઘટનાઓની અસર લોકોના મન પર પડી છે. જેને આપણે 'મગર ફોબિયા' કહી શકીએ.

વડોદરાના કેટલાક ભાગોમાં પાણી ભરાયા

વડોદરાના કેટલાક ભાગોમાં પાણી ભરાયા

જો કે મગર દ્વારા કોઈ વ્યક્તિને મારવાની અથવા કરડવાની ઘટના સામે આવી નથી. જો કે ભયના કારણે લોકો મનોચિકિત્સકોની શરણમાં છે. 31 જુલાઈએ આવેલા પૂર બાદ શહેરમાં મગર દેખાવા લાગ્યા હતા. હવે વડોદરાના કેટલાક વિસ્તારોમાં જ પાણી છે, અન્ય સ્થળોએ પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે.

વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટ સુધીના લાંબા મગર

વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટ સુધીના લાંબા મગર

વન સહાયક સંરક્ષક વિનોદ દામોરના જણાવ્યા મુજબ મગરને પકડવા 6 ટીમો બનાવવામાં આવી હતી. વિશ્વામિત્રી નદીમાં 10 ફૂટ લાંબા મગર જોવા મળે છે, પરંતુ અમે અત્યાર સુધી જે પકડ્યા છે તેમાં મોટાભાગના પાંચ ફૂટથી નાના હતા. જોકે, એનડીઆરએફની એક ટીમે 10 ફૂટ લાંબા મગરને પકડ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદી તાંડવને લીધે 31નાં મોત, 60 માછીમારો લાપતા

English summary
crocodiles in Vadodara city, so far 25 have been caught
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X