Cyclone Biporjoy : ચક્રવાત બિપોરજોય અંગે હવામાન વિભાગે 10 મોટી આપી અપડેટ

Cyclone Biporjoy: ગુજરાતના દરિયાકિનારા સાથે ટકરાયા બાદ સાયક્લોન બિપોરજોયના પ્રભાવને કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના દરિયાકિનારાના વિસ્તારોમાંથી લોકોને પહેલાથી જ સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે.

ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર ચક્રવાત બિપોરજોયની અસરને કારણે ગુજરાતમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, ચક્રવાતના પ્રભાવ હેઠળ આખી રાત વરસાદ અને ભારે પવન ચાલુ રહેશે.

Cyclone Biporjoy

કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા ડિઝાસ્ટર અને રાહત ટીમો તૈયાર છે. હવામાન વિભાગના વડા ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાત હજુ ગુજરાતથી 70 કિલોમીટર દૂર છે, પરંતુ લેન્ડફોલ શરૂ થઈ ચૂક્યું છે અને તોફાન દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બિપોરજોય કેટેગરી-3નું ખૂબ જ ગંભીર ચક્રવાતી તોફાન​છે. 115-125 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે. લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની 18 ટીમો, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની 12 ટીમો, રાજ્ય માર્ગ અને મકાન વિભાગની 115 ટીમો અને રાજ્ય વીજળી વિભાગની 397 ટીમો દરિયાકાંઠાના જિલ્લાઓમાં કાર્યરત છે. કોઈપણ પરિસ્થિતિમાં મદદ માટે તેમનો સંપર્ક કરો.

હવામાન વિભાગના વડા ડૉ. મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ચક્રવાતનું કેન્દ્ર, જેને આંખ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 50 કિમી પહોળું છે. પવનની ઝડપ 60 થી 80 કિમી પ્રતિ કલાકની આસપાસ છે, ચક્રવાત તેના લેન્ડફોલને પૂર્ણ કરશે, ત્યારે પવનની ઝડપ વધુ વધશે.

ગુજરાતના ભુજ અને કચ્છમાં જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ ટાઈડ આવી ગઈ છે. દ્વારકા, માંડવી અને મોરબીમાં પણ ભારે વરસાદ અને ભારે પવનને કારણે અસર થઈ છે. મુંબઈથી ઉંચા ભરતીના મોજા અને જોરદાર પવનના અહેવાલો પણ મળ્યા હતા.

ચક્રવાતના લેન્ડફોલ પહેલા લગભગ એક લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. તેમાં દરિયાકાંઠાના 10 કિમીની ત્રિજ્યામાં રહેતા લગભગ 20 ગામોના લોકોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે બેઠકો કરી રહ્યા છે.

NDRFના મહાનિર્દેશક અતુલ કરવલના જણાવ્યા અનુસાર, ચક્રવાત ગુજરાતમાં લેન્ડફોલ કર્યા બાદ ઊભી થનારી પરિસ્થિતિનો સામનો કરવા માટે બચાવ ટીમો સંપૂર્ણ રીતે તૈયાર છે. ગુજરાતના પડોશી રાજ્યો રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટક પાસે પણ મદદ માંગવામાં આવી છે. દક્ષિણ રાજસ્થાનમાં મોટી અસર થવાની અપેક્ષા છે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, આર્મી, નેવી, એરફોર્સ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ પણ પડકારજનક પરિસ્થિતિમાં સામાન્ય લોકોની મદદ કરવા માટે તૈયાર છે. લોકોની મદદ માટે જરૂરી તૈયારીઓ પણ કરી લેવામાં આવી છે.

શુક્રવાર સુધી દરિયામાં માછીમારીની ગતિવિધિઓ સ્થગિત કરી દેવામાં આવી છે. બંદરો બંધ છે. જહાજો લાંગરવામાં આવ્યા છે. પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલા તરીકે 76 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકામાં આવેલા દ્વારકાધીશ મંદિર અને ગીર સોમનાથ જિલ્લામાં આવેલા સોમનાથ મંદિર એમ બે પ્રસિદ્ધ મંદિરો ગુરુવારના રોજ ભક્તો માટે બંધ રાખવામાં આવ્યા હતા. જામનગર એરપોર્ટ પર વાણિજ્યિક કામગીરી શુક્રવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા છે.

એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કટોકટીની સ્થિતિમાં એરપોર્ટ ચલાવવા માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તમામ વિભાગો સંકલન સાથે રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X