'શક્તિ’ વાવાઝોડું વધુ તીવ્ર બન્યું, ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં અપાયું એલર્ટ, રાજ્ય પર શું થશે અસર?
દેશના હવામાનનો મિજાજ ફરીથી બદલાવવાની તૈયારીમાં છે. અરબી સમુદ્રમાં એક નવો ખતરો જોવા મળી રહ્યો છે. વર્ષનું પહેલું સમુદ્રી તોફાન ભારતમાં ત્રાટકવાની તૈયારીમાં છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલુ આ વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે. તેને શક્તિ નામ આપવામાં આવ્યું છે.

Cyclone Shakti: આ વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. IMDએ પુષ્ટિ આપી છે કે 2025નું પહેલું વાવાઝોડું 'શક્તિ', ઉત્તરપૂર્વ અરબી સમુદ્રમાં રચાયું છે.
અરબ સાગરમાં 'શક્તિ' વાવાઝોડું વધુ તીવ્ર બન્યું
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ સિઝનનું પહેલું વાવાઝોડુ 'શક્તિ', અરબી સમુદ્રમાં તીવ્ર બન્યું છે. તે આગામી દિવસોમાં મુંબઈ સહિત મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગંભીર હવામાન પરિસ્થિતિઓનું કારણ બની શકે છે.
'શક્તિ' વાવાઝોડાની ગુજરાત પર અસર
આજે (4 ઓક્ટોબરે) તે વધુ તોફાની વાવાઝોડામાં પરિવર્તિત થઈને અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધે તેવી સંભાવના છે. જોકે, તેની અસરને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવી અનિવાર્ય છે.
પવનની ગતિની સંભાવના:
હવામાન વિભાગે વાવાઝોડાને કારણે ફૂંકાનારા પવનની ગતિ અંગે નીચે મુજબની આગાહી કરી છે:
- 4 ઓક્ટોબર: પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
- 5 ઓક્ટોબર: પવનની ગતિ વધીને 124 કિલોમીટર પ્રતિ કલાક થવાની સંભાવના છે.
- 6 ઓક્ટોબર: ગતિમાં ઘટાડો થઈને 70થી 90 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
- 7 ઓક્ટોબર: પવનની ગતિ ઘટીને 60થી 70 કિલોમીટર પ્રતિ કલાક થઈ શકે છે.
ગુજરાત સરકાર અને વહીવટી તંત્ર દ્વારા આ વાવાઝોડાની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને માછીમારો તેમજ દરિયાકાંઠાના રહેવાસીઓને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે
ચક્રવાતી વાવાઝોડાનું નામ કોણે આપ્યું?
આ ચક્રવાતી વાવાઝોડાનું નામ 'શક્તિ' શ્રીલંકાએ રાખ્યું છે. આ વખતે ચક્રવાતી વાવાઝોડાનું નામકરણ શ્રીલંકા દ્વારા કરવામાં આવ્યું હતું. આ નામ વિશ્વ હવામાન સંગઠન (WMO) અને એશિયા અને પેસિફિક માટે આર્થિક અને સામાજિક આયોગ (ESCAP) દ્વારા સંચાલિત પ્રાદેશિક નામકરણ પ્રણાલીનો એક ભાગ છે. આ પ્રણાલી હેઠળ, આઠ દેશો - બાંગ્લાદેશ, ભારત, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલેન્ડ - 2020માં શરૂ કરાયેલ 169 નામોની યાદીમાંથી નામો સબમિટ કરે છે. નામો મૂળાક્ષરોના ક્રમમાં આપવામાં આવે છે અને જ્યારે ચક્રવાત મહત્તમ 65 કિમી પ્રતિ કલાક કે તેથી વધુની તીવ્રતા સુધી પહોંચે છે ત્યારે તેને નામ અપાય છે. આ યાદીમાં આ પહેલું નામ છે.












Click it and Unblock the Notifications
